Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

અમદાવાદ સહીત મહાનગરોમાં કોરોના વકર્યો :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 416 નવા કેસ નોંધાયા:વધુ 230 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું દર્દીનું મૃત્યુ થયું નથી:કુલ મૃત્યુઆંક 10,946: કુલ 12,16.036 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 82.229 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 1741 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 416 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 230 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.16.036 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.946 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.95 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 82,229 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.11.03.686 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 1927 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 4 દર્દી વેન્ટિલેટર પર છે,અને અને 1923 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 416 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 182 કેસ, સુરત કોર્પોરેશનમાં 56 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 40 કેસ, સુરતમાં 34 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 15 કેસ,ભાવનગર કોર્પોરેશનમાં 13 કેસ, વલસાડમાં 12 કેસ,ગાંધીનગર કોર્પોરેશનમાં 11 કેસ, ગાંધીનગરમાં 8 કેસ,જામનગર કોર્પોરેશન અને કચ્છમાં 7-7 કેસ, ભરૂચમાં 5 કેસ, મહેસાણા,નવસારી,અને વડોદરામાં 3-3 કેસ,અમદાવાદ,અમરેલી,આણંદ ,ભાવનગર,મોરબી અને પાટણમાં 2-2 કેસ, બનાસકાંઠા,દેવભૂમિ દ્વારકા, મહીસાગર,રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે

(7:43 pm IST)