Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

હાર્દિક પટેલે પાવાગઢ સ્થિત સુપ્રસિધ્ધ માઁ મહાકાળી મંદિરમાં પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા

હું બાળપણમાં સ્કૂલના પ્રવાસે પાવાગઢ આવ્યો હતો અને તે બાદ આજે પાવાગઢ માઁ મહાકાળીના દર્શને આવ્યો છું : હાર્દિક પટેલ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામના વતની અને ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા હાર્દિક પટેલે પાવાગઢ સ્થિત સુપ્રસિધ્ધ માઁ મહાકાળી મંદિરમાં પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

  હાર્દિક પટેલ સોશિયલ મિડિયા પર લખ્યુ છે કે, આજે પંચમહાલ જિલ્લામાં પાવાગઢ પર સ્થિત સુપ્રસિદ્ધ માઁ મહાકાળીના મંદિર માં પૂજા-અર્ચના કરીને માઁ મહાકાળીના આશીર્વાદ લીધા. થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મંદિર પર ધ્વજારોહણ કર્યું હતું જે કામ ૫૦૦ વર્ષ પછી થયું છે. ગુજરાત સરકાર દ્વારા પાવાગઢની પહાડી પર ૧૧મી સદીમાં બનેલા આ મંદિરના શિખરને પુનઃવિકાસ યોજના હેઠળ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. હું બાળપણમાં સ્કૂલના પ્રવાસે પાવાગઢ આવ્યો હતો અને તે બાદ આજે પાવાગઢ માઁ મહાકાળીના દર્શને આવ્યો છું. આજનું આ મંદિર અને આસપાસના સ્થળોને ઐતિહાસિક રૂપે વિકસિત કરવામાં આવ્યા છે.

(6:57 pm IST)