Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

દ્રૌપદી મુર્મુની ઉમેદવારી વખતે ભૂપેન્‍દ્રભાઇ પટેલ સહિત ગુજરાતના ધુરંધરોની હાજરી

રાજકોટ : ભારતમાં રાષ્‍ટ્રપતિની ચૂંટણીનાં અનુસંધાને , એન.ડી.એ.ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ આજરોજ ઉમેદવારી માટે નામાંકનપત્ર ભર્યું. આ પ્રસંગે ગુજરાતનાં મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ શ્રી સી.આર.પાટીલ, કેન્‍દ્રીય મંત્રીશ્રી પુરૂષોતમ રૂપાલા, રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ અને નરહરિ અમીન, સંસદસભ્‍ય, રાજ્‍યસભા તેમજ ગુજરાતના અન્‍ય સંસદસભ્‍યશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:22 pm IST)