Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ભીલડી તાલુકામાં રેલવે ફાટક વારંવાર બંધ રહેતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી

ભીલડી: પાટણ અને કંડલા રૃટની રેલવેની ડબલ લાઈન પસાર થતી હોવાથી ભીલડી નજીક આવેલ સોયલા રેલવે ફાટક નંબર ૪૩  વારંવાર બંધ કરવામાં આવે છે.જેના કારણે ફાટક ખુલવાની રાહ જોતા વાહન ચાલકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.જેના નિવારણ માટે આ ફાટક પર ઓવરબ્રીજ મંજુર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.

ભીલડી થી અંતરિયાળ ૩૨ અને દિયોદર અને થરાદ ગામોને જોડતા રસ્તાપર પર આવેલ સોયલા રેલવે ફાટક નંબર ૪૩  ભીલડી જંકશન થી નજીક આવેલ હોવાથી અને ત્રીપલ બ્રોડગેજ લાઇનના કારણે માલગાડીઓની પણ સતત અવર-જવર રહેતી હોવાથી વારંવાર રેલવે ફાટક ૪૩  છાસવારે બંધ થઈ જાય છે .જેથી ટ્રાફિકજામ સર્જાતા વાહનોની લાંબી કતારો બંને તરફ લાગી જતી હોય છે .ઉનાળાનામાં  ધોમધખતા તાપમાં પણ વાહનચાલકોને લાંબા સમય સુધી ફાટક ખૂલવાની રાહ જોવી પડતી હોય છે આ રોજની રામાયણ ને લઇ વાહનચાલકો પણ પરેશાન થઇ ઊઠયા છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રેલવે ફાટકની સમસ્યાનું સમાધાન થયું નથી. વર્ષો જુની માંગ સ્થાનિક આગેવાનો દ્રારા રજુઆત કરવામાં આવી પરંતુ માંગણી અધ્ધરતાલે.

(6:15 pm IST)