Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ગાંધીનગર-ચિલોડા હાઇવે નજીક વાહનચેકીંગ દરમ્યાન પોલીસે બિનવારસી થેલામાંથી 36 દારૂની બોટલ જપ્ત કરી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર વિદેશી દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે ચિલોડા પોલીસે વાહનચેકીંગ દરમિયાન લક્ઝરી બસમાં બિનવારસી થેલામાંથી વિદેશી દારૃની ૩૬ બોટલો કબ્જે કરી હતી જ્યારે જીઇબી પાસેથી પણ બિનવારસી ૧૨ બોટલ સેક્ટર-૨૧ પોલીસે જપ્ત કરી હતી આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર વિદેશી દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે પોલીસ આ માર્ગ ઉપર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સતત ચેકીંગ કરી રહી છે ત્યારે ચંદ્રાલ પાસે લક્ઝરી બસને ઉભી રાખીને તેમાં તપાસ કરતા સ્લિપર કોચમાંથી એક બિનવારસી થેલો મળી આવ્યો હતો જે થેલામાં તપાસ કરતા વિદેશી દારૃની ૩૬ જેટલી બોટલો મળી આવી હતી પોલીસે ૫૪ હજારનો આ વિદેશી દારૃ કબ્જે કરી દીધો હતો.પોલીસને જોઇને કોઇ મુસાફર ભાગી ગયો હોવાની શંકા પણ સેવાઇ રહી છે.બીજીબાજુ સેક્ટર-૨૧ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, જીઇબીથી સંજરી પાર્ક તરફ જવાના રોડ ઉપર કોઇ વ્યક્તિએ વિદેશી દારૃનો જથ્થો સંતાડયો છે જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડીને વિદેશી દારૃની ૧૨ જેટલી બોટલો કબ્જે કરી હતી આ મામલે ગુનો દાખલ કરીને આસપાસના સીસીટીવી ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે.   

(6:17 pm IST)