Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

લગ્નના પહેલા જ દિવસે પરિણીતા પર ત્રાસ ગુજારનાર વડોદરાના પતિ સહી સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: લગ્નના પહેલા  દિવસથી જ પતિ અને અન્ય સાસરિયા દ્વારા પરિણીતાને ત્રાસ આપવામાં આવતા તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

તરસાલી ઉમિયા નગર સોસાયટીમાં રહેતા કોમલબેન  પંચાલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે  કે,ગત તા.૩૦-૦૫-૨૦૧૦ ના  રોજ અંકિતકુમાર મુકેશભાઈ પંચાલ (રહે.ગંગોત્રી, ધરતી નગર,આણંદ ચોકડી પાસે,બોરસદ) સાથે થયા હતા.લગ્ન  જીવન દરમિયાન સંતાનમાં એક પુત્ર છે.

લગ્નના દિવસથી જ મારા પતિ અંકિતકુમાર, સસરા મુકેશભાઇ, સાસુ ભારતીબેન, દિયેર વિરલ પંચાલે મને ત્રાસ આપવાનું શરૃ કર્યુ હતું.તેઓ કહેતા હતા કે,તારા પરિવારે ફક્ત પરણાવીને માથે થી ભાર ઉતારી દીધો હોઇ તેમ ધકેલી દીધી છે.લગ્ન મંડપમાં જ મારા સાસુએ બસનું અડધું ભાડું રિવાજના નામે તાત્કાલિક લઇ લીધા હતા.રસોઇ બાબતે પણ મને અવાર-નવાર મ્હેણા ટોણા મારતા હતા.રસોઇ બનાવતા સમયે મેં ઓઢણી નાંખી ના હોઇ તો પણ મારા પતિ મને ગાળો બોલી તું લાજ શરમ  વગરની છે.તને માન મર્યાદા જેવું નથી.તેવું કહીને મારતા હતા.લગ્નના ૬ મહિના પછી તેઓએ મને સાસરીમાંથી કાઢી મૂકી હતી.

(6:20 pm IST)