Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

થરી ગામની યુવતી ગુમ થતાં પિતા એ પોલીસની મદદ માંગી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં થરી ગામની યુવતી ગુમ થતાં તેના પિતા એ રાજપીપળા પોલીસમાં જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત વિગતો અનુસાર અમૃતભાઈ શનાભાઈ તડવીએ રાજપીપળા પોલીસમાં જાણ કર્યા મુજબ તેમની દીકરી હંસાબેન તડવી( ઉં. વ.18 )બાથરૂમ જાવ છું તેમ કહીને ગયા બાદ પરત ન આવતા તેની સગા સંબંધીઓ સહિત તમામ જગ્યાઓ પર શોધખોળ કરવા છતાં ક્યાંયે ભાળ ન મળતાં આખરે પિતાએ પોલીસની મદદ માંગતા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.

(10:55 pm IST)