Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

બોરીદ્રા ગામ પાસે ઇકો ગાડીને ટ્રકે ટક્કર મારતા 4 ને ઇજા :ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીકના બોરીદ્રા ગામ નજીક ઇકો ગાડીને એક ટ્રકે ટક્કર મારતા બંને ગાડીઓના કુલ ચાર વ્યક્તિઓને ઇજાઓ થઈ છે.
 મળતી માહિતી અનુસાર ખાનમહમદ જહાંગીરભાઇ મુલતાની( ઉ.વ .૪૭)  ધંધો - હોટલ  ( રહે.વઢવાણ જી. સુરેન્દ્રનગર )તથા તેમના મિત્ર વાહીદબીન મહમદબીન અબ્દાન( રહે.વઢવાણ જી.સુરેન્દ્રનગર) ઇકો ગાડી નંબર GJ - 13 - AK - 1872 ની લઇ તા.20 જુળી ના રોજ સાસરી ધુલીયા મહારાષ્ટ્ર ખાતે બકરી ઇદનો તહેવાર કરવા માટે ગયા અને 22 જુલાઈના રોજ ધુલીયા મહારાષ્ટ્ર થી બપોરના બે વાગ્યાના પરત નિકળેલ ત્યારે મોવી ગામ નજીક બોરીદ્રા ગામનું પાટીયુ પસાર કરી કલાક 7.45 વાગે ઢાળ ચઢતી વખતે સામેથી આવતી ટ્રક રજી . નંબર MH - 28-B-8543  પૂર ઝડપે લાવી જેસીબીને ઓવર ટેક કરવા જતા ઇકો ગાડીને ટક્કર મારી અકસ્માત કરી ઇકો ગાડીમાં બેસેલ માણસોને તથા ટ્રક ચાલક અને ક્લીનર ને ઇજાઓ પહોંચાડતા આમલેથા પોલીસે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(12:33 am IST)