Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

રાજપીપળાની જય અંબે સ્કૂલના 6 વિદ્યાર્થીઓને એક સાથે MBBS મા પ્રવેશ મળતા જિલ્લાનું ગૌરવ વધ્યું

નર્મદા જિલ્લાની શાળાના વિદ્યાર્થીઓનું એકી સાથે 6 વિદ્યાર્થીઓ ડોકટર બનવા જવું જિલ્લા માટે ગૌરવની વાત: 6 વિદ્યાર્થીઓ પૈકી ફૂલવાડી ગામના ધનરાજ તડવીની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં મહેનતના જોરે MBBS મા પ્રવેશ મેળવવા મા સફળતા મેળવતા નાનકડા ગામમા હર્ષોલ્લાસ

(ભરત શાહ દ્વારા રાજપીપળા : રાજપીપળાની જય અંબે સ્કૂલના 6 જેટલા વિદ્યાર્થીઓને MBBSમા ડોકટર બનવા માટે રાજ્ય ની અલગ અલગ મેડિકલ કોલેજો મા પ્રવેશ મેળવવામા સફળ થતા નર્મદા જિલ્લા માટે અભૂતપૂર્વ સિદ્ધિ સાબિત થઈ છે, અત્યાર સુધી જિલ્લાના શૈક્ષણિક ક્ષેત્ર આવી બાબત કદાચ જણાઈ નથી. NEET જેવી અઘરી અને ભારે મહેનત માંગી લેતી પરીક્ષા માટે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરતા હોય છે. અને MBBS મા પ્રવેશ મેળવવો એ દરેક તેજસ્વી વિદ્યાર્થીઓનું સ્વપ્ન હોય છે.

ગત વર્ષે નિટની લેવાયેલી પરીક્ષા મા ઉત્તીર્ણ થયેલા જય અંબે સ્કૂલ ના 6 વિદ્યાર્થીઓ એ ગુજરાત ની વિવિધ મેડિકલ કોલેજોમા પ્રવેશ મેળવવામા સફળતા મેળવી હતી. એ પૈકીના વસાવા વિનીત, પાદરિયા હીનલ બેન, વસાવા સ્વાતિ કુમારી, ભગત કેવિન, પટેલ કાવ્યા અને તડવી ધનરાજ એ મેડિકલ પ્રવેશ ની પરીક્ષા પાસ કરી હતી. ઓલ ઇન્ડિયા લેવલની આ સ્પર્ધા માટે વિદ્યાર્થીઓ 11 મા ધોરણ થીજ તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે.
 રાજપીપળા ની જય અંબે સ્કૂલ ના 6 વિદ્યાર્થીઓ નું ગુજરાત મા અને 3 વિદ્યાર્થીનું વિદેશમા મેડિકલ કોલેજ મા એડમિશન થયું હતું, જ્યારે BHMS અને BAMS મા મળી કુલ 14 વિદ્યાર્થીઓનું મેડિકલ ક્ષેત્રે પ્રવેશ થયો છે જે ખરેખર અભૂતપૂર્વ છે. આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મા ટકી શકતા નથી તેવી માન્યતા હાલ ખોટી સાબિત થઈ રહી છે કેમ કે હવે ટ્રાયબલ વિસ્તાર ના વિદ્યાર્થીઓ નું વિવિધ ક્ષેત્ર મા જવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે જે ખરેખર સરાહનીય બાબત કહેવાય.

(12:35 am IST)