Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રાજપીપળા અવધૂત મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે 52 પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : શુક્રવારે ગુરુપૂર્ણિમાના દિવસે આખા ભારત દેશમાં ગુરુનું પુંજન થાય છે જેમાં પરંપરાગત રીતે કેટલાક શિષ્યો આ દિવસે તેમના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવે છે જ્યારે મંદિરો માં પણ આ દિવસે પ્રાર્થના,પાઠ સહિતના કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે જેમાં રાજપીપળામાં આવેલા અવધૂત મંદિર કે જે અવધૂત પરિવારની રાજધાની તરીકે ઓળખાય છે શુક્રવારે ત્યાં ગુરુપૂર્ણિમા નિમિત્તે 52 પાઠનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અવધૂત પરિવારના ભક્તોએ ગુરુ પૂજન ના ભાગરૂપે અવધૂત બાવનીના 52 પાઠ કરી ધન્યતા અનુભવી હતી

(12:46 am IST)