Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

રાજ્યમાં 4 દિવસ વરસાદ જામશે :ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મોટા શહેરમાં પણ ભારે વરસાદની શકયતા

અમદાવાદ : રાજ્યાના હવામન વિભાગે ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે આગામી ચાર દિવસમાં રાજ્યમાં ધમાકેદાર વરસાદ પડી શકે છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરત સહિત અનેક પંથકોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરતા જણાવ્યું છે કે વેસ્ટન સિસ્ટમ સક્રિય થતા હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં જોરધાર વરસાદ ખાબકી શકે છે. સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મોટા શહેરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવીછે

હવામાન ખાતે કહ્યું કે આવતીકાલથી બંગાળની ખાડીમાં સર્જાશે લો પ્રેશર જેને લઈ વરસાદની વાતાવરણ સર્જાવાને લીધે અનેક વિસ્તારોમા સારો એવો વરસાદ પડી શકે છે.

(9:26 am IST)