Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

વિકાસ કામોના પેરામિટર્સના આધારે સ્ટાર રેન્કીંગ અપાશે : વિજયભાઇ રૂપાણી

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્યની ૬ રિજીયોનલ મ્યુનિસિપલ કમિશનરો અને શહેરી વિકાસ વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ : સુઆયોજિત - ગતિશીલ - પારદર્શી વિકાસ કામો માટે માર્ગદર્શન : વિજયભાઇ પ્રેરક સૂચન : ગુજરાત ડેવલપ્ડ અને પ્રોગ્રેસિવ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયેલું છે ત્યારે દેશભરની નગરપાલિકાઓ માટે ગુજરાતની નગરપાલિકાઓ નગરપાલિકાઓ દિશાદર્શક બને તેવું બેસ્ટ એડમીનીસ્ટ્રેશન -ટ્રાન્સપેરન્સી અપનાવી લોકોને ચેન્જની અનૂભુતિ કરાવીએ : રાજયની બધી જ નગરપાલિકાઓમાં એક સમાન કોમન ટેક્ષ એસસમેન્ટ-રિકવરી સીસ્ટમની સંભાવના અને સર્વગ્રાહી વિચારણા માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરાશે

ગાંધીનગર તા. ૨૪ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયની નગરપાલિકાઓને વધુ સુદ્રઢ અને પારદર્શી વહિવટથી પ્રોગ્રેસિવ બનાવવાની કાર્યપ્રણાલિ અપનાવવા રિજીયોનલ મ્યૂનિસિપાલિટીઝ કમિશનરોને સૂચના આપી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજયની ૧પ૬ નગરપાલિકાઓ વચ્ચે વિકાસના અને જનસુખાકારી સુવિધા વૃદ્ઘિના કામોની શ્રેષ્ઠતાની તંદુરસ્ત સ્પર્ધા થાય તેવું વાતાવરણ નિર્માણ કરવું છે.

આવી તંદુરસ્ત સ્પર્ધા અને નગરોમાં નાગરિક સુખાકારી, લાઇટ-પાણી-રસ્તા, એસ.ટી.પી-ભૂર્ગભ ગટર, હર ઘર જલ-નલ સે જલ વગેરે વિવિધ વિકાસ કામોના પેરામિટર્સના આધારે નગરપાલિકાઓને સ્ટાર રેન્કીંગ આપવામાં આવશે તેમ પણ વિજયભાઈએ જણાવ્યું હતું. આના પરિણામે નગરપાલિકાઓને લોકહિત-નગર સુવિધાના વધુને વધુ કામો કરવાનું પ્રોત્સાહન મળશે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં રાજયના ૬ રિજીયોનલ મ્યૂનિસીપલ કમિશનરો, શહેરી વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની યોજાયેલી સમીક્ષા બેઠકમાં તેમણે નગરપાલિકાઓની પ્રજાલક્ષી કામગીરી સુગ્રથિત કરવા અંગે ગહન માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાત મ્યૂનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, ઞ્શ્ઝ્રઘ્દ્ગક્ન ડિરેકટર હાર્દિક શાહ તેમજ શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, શહેરી હાઉસીંગ સચિવ લોચન શહેરા તેમજ કમિશનર ઓફ મ્યૂનિસીપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ અને મુખ્યમંત્રીના ઓ.એસ.ડી કમલ શાહ, રાજેશ રાવલ વગેરે આ બેઠકમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીએ આ સમીક્ષા બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું કે, ગુજરાત ડેવલપ્ડ અને પ્રોગ્રેસિવ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયેલું છે. હવે દેશભરની નગરપાલિકાઓ માટે ઉદાહરણ રૂપ અને દિશાદર્શક આપણી નગરપાલિકાઓ બને તેવું બેસ્ટ એડમીનીસ્ટ્રેશન, ટ્રાન્સપેરન્સીથી વિકાસ કામો હાથ ધરીને લોકોને પણ બદલાવ-ચેન્જની અનૂભુતિ થાય અને નગરો પ્રોગ્રેસિવ બને તેવી વ્યવસ્થાઓ ય્ઘ્પ્ પોતાના વિસ્તારની નગરપાલિકાઓમાં વિકસાવે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રિજીયોનલ મ્યૂનિસિપલ કમિશનરો પોતાના કાર્યક્ષેત્રમાં આવતી નગરપાલિકાઓમાં લોક સુખાકારી-સગવડતા વધારતા કામોના લક્ષ્યાંક નિર્ધારીત કરીને આ કામો ત્વરાએ પૂર્ણ કરે તે આવશ્યક છે.

શ્રી રૂપાણીએ એવું પણ સૂચન કર્યુ કે, પોતાના કાર્યક્ષેત્રમાં જે નગરપાલિકાઓ આવતી હોય તેના આવા વિકાસ કામો-લોકહિત કામોની પ્રગતિની સમીક્ષા દર પખવાડીયે ય્ઘ્પ્ નગરપાલિકાઓના પ્રમુખો ને ચીફ ઓફિસરો, પદાધિકારીઓ સાથે બેઠક યોજીને કરે. એટલું જ નહિ, આ સમીક્ષા બેઠકની વિગતો અને રાજય સરકાર સાથે હાથ ધરવાની થતી બાબતો માટે તમામ ય્ઘ્પ્દ્ગક દર મહિને એક રાજય સ્તરીય બેઠક શહેરી વિકાસ વિભાગ અને કમિશનર ઓફ મ્યૂનિસીપાલિટીઝ એડમીનીસ્ટ્રેશન કક્ષાએ યોજાય અને ઝડપી નિવારણ લાવવામાં આવે તેવું સૂચન પણ તેમણે કર્યુ હતું.

મુખ્યમંત્રી રૂપાણીએ આ બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ સૂઝાવ એ પણ આપ્યો કે રાજયની નગરપાલિકાઓમાં એક સમાન ધોરણે કોમન સિસ્ટમથી ટેક્ષ એસેસમેન્ટ, રિકવરી, કલેકશન સિસ્ટમ અંગેની સંભાવનાઓ ચકાસી તેનો સર્વગ્રાહી અભ્યાસ કરવા ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરવામાં આવે. તેમણે ઉમેર્યુ કે, આ કમિટીની ભલામણો અને અભ્યાસના તારણોના આધારે રાજય સરકાર કોમન ટેક્ષની પોલિસી આગામી દિવસોમાં તમામ નગરપાલિકાઓ માટે ઘડવાની દિશામાં પણ વિચારાધિન રહેશે.

મુખ્યમંત્રીએ નગરોમાં માળખાકીય વિકાસ કામોને વેગવાન બનાવવા તેમજ વીજળી, પાણી, બાંધકામ વગેરેના રેગ્યુલર મેઇન્ટેનન્સ માટે ૧૦ નગરપાલીકા દીઠ ૧ સિવીલ ઇજનેર અને ૧ ઇલેકટ્રીકલ ઇજનેરની નિમણૂંક માટે કાર્યવાહી કરવા પણ કમિશનર મ્યૂનિસિપાલિટીઝ એડમીનીસ્ટ્રેશનને સૂચનાઓ આપી હતી. તેમણે નગરપાલિકાઓમાં ખરીદી માટે ઞ્ફૂપ્ પોર્ટલનો ઉપયોગ થાય, ટેન્ડર પ્રક્રિયાના યોગ્ય નિયમો બને અને ફાયનાન્સિયલ ડિસીપ્લીન જળવાય તે જોવા પણ ય્ઘ્પ્દ્ગચ તાકિદ કરી હતી. નગરપાલિકાઓને વિકાસ કામો માટે મળતી નાણાપંચની અને ફાયનાન્સ બોર્ડની ગ્રાન્ટ વણ વપરાયેલી ન રહે, તેનો સમયસર સમુચિત ઉપયોગ થાય તેવી સૂચના પણ મુખ્યમંત્રીએ આપી હતી.

મુખ્યમંત્રીએ ચીફ ઓફિસરોની કામગીરીનું મૂલ્યાંકન, તેમના વર્તન-વ્યવહારની સમીક્ષા અને જરૂર જણાયે પગલાં લેવાની પણ તાકિદ આ બેઠકમાં કરી હતી. ૬ રિજીયોનલ મ્યૂનિસીપાલીટીઝ કમિશનરોએ પોતાના કાર્યક્ષેત્રની નગરપાલિકાઓમાં હાથ ધરાઇ રહેલા વિકાસ કામોના કવોલિટી કંટ્રોલ, મોનિટરીંગ વગેરે માટે તેમણે અપનાવેલી પદ્ઘતિઓથી મુખ્યમંત્રી રૂપાણીને માહિતગાર કર્યા હતા.

(10:30 am IST)