Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

વિરમગામ પંથકમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી

વિરમગામના શ્રી રામ મહેલ મંદિર, પંચમુખી હનુમાનજી મંદિર, બાપા સીતારામ મઢુલી સહિતના સ્થાનો પર ઉજવણી કરાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ગુરુ ગોવિંદ દોનો ખડે કીસકો લાગુ પાય
બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો દિખાય   'ગુ' શબ્દનો અર્થ થાય છે અંધકાર -અજ્ઞાન અને 'રુ' શબ્દનો અર્થ થાય છે પ્રકાશ જ્ઞાન. અજ્ઞાનનો નષ્ટ કરનારા જે બ્રહ્મરૂપ પ્રકાશ છે એ ગુરૂ છે.  દેશભરમાં ગુરુ પૂર્ણિમાના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિરમગામ શહેરમાં આવેલા ઐતિહાસિક શ્રી રામ મહેલ મંદિરમાં  ગુરુપૂર્ણિમા ઉત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. મહંત શ્રી રામકુમારદાસજી બાપુના સાનિધ્યમાં ગુરૂ પૂજન, આરતી, પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ પૂર્ણિમા નિમિત્તે બાપા સીતારામ મઢુલીએ બજરંગદાસ બાપા ને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને અનેક ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. પંચમુખી હનુમાનજી મંદિર ખાતે રઘુનંદનદાસજી ખાખી બાપુ ના સાનિધ્યમાં ગુરુપૂજન આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન જુજ ભક્તોની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું.
 આ ઉપરાંત વિરમગામ પંથકના અનેક સ્થાનો પર પરંપરાગત રીતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આપણા જીવનમાં ઘણા જાણ્યા-અજાણ્યા ગુરૂ હોય છે, જેમાં આપણા માતા-પિતાનુ સ્થાન સર્વોપરિ છે અને શિક્ષક બીજા.  અસલમાં ગુરૂનો સંબંધ શિષ્ય સાથે હોય છે. આશ્રમોમાં ગુરૂ-શિષ્ય પરંપરાનુ પાલન થતુ રહ્યુ છે.

(3:11 pm IST)