Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

રાજ્‍યની સુરક્ષા અને કલ્‍યાણ સર્વોચ્‍ચ કાનુન છે, તમામ ભાવનાઓ આ મૌલિક અધિકારને આધીનઃ પારસી સમુદાયની અંતિમ સંસ્‍કારવાળી અરજી હાઇકોર્ટે નકારી કાઢી

સમુદાયના સભ્‍યોના અંતિમ સંસ્‍કાર પારસી રિતી-રિવાજોથી કરવાની પરવાનગી માંગી હતી

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટએ શુક્રવારે પારસી પંચાયત દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજીને નકારી કાઢે છે, જેમાં Covid​​​​-19 થી મરનાર સમુદાયના સભ્યોના અંતિમ સંસ્કાર પારસી રીતિ રિવાજોથી કરવાની પરવાનગી માંગવવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાના સંબંધમાં સુપ્રીમ કોર્ટ દ્રારા આપવામાં આવેલી તાજેતરની ટિપ્પણીનો હવાલો આપતાં ન્યાયમૂર્તિ બેલા ત્રિવેદી અને ન્યાયમૂર્તિ ભાર્ગવ ડી કારિયાની ખંડપીઠે અરજીનું નિરાકરણ કરતાં કહ્યું કે તેમાં દમ નથી. મે મહિના દાખલ કરવામાં આવેલી પોતાની અરજીમાં સુરત પારસી પંચાયત બોર્ડે સમુદાયના સભ્યોના અંતિમ સંસ્કાર કરવાનો મૌલિક અધિકારની રક્ષા કરવાની માંગ કરી હતી.

ન્યાયમૂર્તિ ત્રિવેદીએ કહ્યું કે 'રાજ્યની સુરક્ષા અને કલ્યાણ સવોચ્ચ કાનૂન છે. કાવડ યાત્રાના મામલે અહીં સુધી કે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે નાગરિકોના સ્વાસ્થ્ય અને તેમના જીવનનો અધિકાર સર્વોપરિ છે અને અન્ય તમામ ભાવનાઓ આ મૌલિક અધિકારને આધીન છે.

બેંચે કહ્યું કે COVID-19 સ્થિતિને ધ્યાનમાં રાખતાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લાશોના અંતિમ સંસ્કાર અથવા દફનાવવાના સંબંધમાં જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશ સાર્વજનિક હિતમાં છે અને તેનાથી પારસીઓના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન થતું નથી.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પારસી સમુદાયના અધિકારોને કોરોનાથી જીવ ગુમાવનાર સભ્યોની લાશને દાહ સંસ્કાર અથવા દફનાવવાના વિકલ્પમાંથી કોઇ એકને સિલેક્ટ કરવા પર મજબૂર કર્યા હતા, જે તેમના ધાર્મિક ભાવનાઓ વિરૂદ્ધ છે.

(4:13 pm IST)