Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ગાંધીનગર:ચિલોડા પોલીસે વાહનચેકીંગ દરમ્યાન ચંદ્રાલા નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એક મુસાફરને ઝડપ્યો

ગાંધીનગર:જિલ્લામાં પ્રોહીબીશન ડ્રાઈવ અંતર્ગત દારૃની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ચિલોડા પોલીસે વાહનચેકીંગ દરમ્યાન ચંદ્રાલા પાસે ઉદેપુર તરફથી આવતી લકઝરીમાં તપાસ કરતાં મુસાફરને વિદેશી દારૃના ટેટ્રા પેક અને વિદેશી દારૃની બોટલો સાથે ઝડપી પાડી દારૃ કયાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે તપાસ શરૃ કરવામાં આવી છે.   

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પોલીસ દ્વારા દારૃની હેરાફેરી કરતાં આવા વાહનોને પકડી પાડવામાં આવે છે ત્યારે હવે બુટલેગરો ખાનગી લકઝરી બસોમાં મુસાફરના સ્વાંગમાં ખેપિયાઓને મોકલીને દારૃની હેરાફેરી કરાવવામાં આવે છે ત્યારે પોલીસે ખાનગી લકઝરી બસોમાં પણ તપાસ કરીને ખેપિયાઓને પકડવાનું શરૃ કરી દેતાં હવે સરકારી એસટી બસમાં પણ મુસાફરના સ્વાંગના દારૃની હેરાફેરી શરૃ થઈ છે. ગઈકાલે ચિલોડા પોલીસની ટીમ હિંમતનગર હાઈવે ઉપર ચંદ્રાલા પાસે વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન ઉદેપુર અમદાવાદ રૃટની લકઝરી બસનં.આરજે-ર૭-પીબી-ર૬૦૩ આવતાં તેને ઉભી રાખી હતી. તપાસ કરતાં એક મુસાફર પાસે રહેલા થેલામાંથી વિદેશી દારૃના ૪૮ ટેટ્રા પેક અને ર૪ દારૃની બોટલો મળી આવી હતી. મુસાફરનું નામ પુછતાં તે અમદાવાદ બાપુનગર નારાયણ સોસાયટીમાં રહેતો અંકિત અશોકભાઈ મુંજાણી હોવાનું બહાર આવ્યું હતું પોલીસે ર૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી દારૃનો જથ્થો કયાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૃ કરી છે. 

(5:32 pm IST)