Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

નડિયાદમાં અગાઉ સગીરાના બળાત્કારના કેસમાં આરોપીને અદાલતે દસ વર્ષની સજાની સુનવણી કરી

નડિયાદ:પોક્સો કોર્ટે એક વર્ષ અગાઉના સગીર બાળાના બળાત્કારના કેસમાં દસ વર્ષની સખત કેદ તથા દંડની સજા ફટકારી છે. નાસતા ફરતા આરોપીની ગેરહાજરીમાં કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે.

કઠલાલ તાલુકાના ઘોઘાવાડા તાબે આવેલ સીઘાલીયાની મૂવાડી ગામે રહેતા અરવિંદભાઇ જયંતિભાઇ સોઢાપરમાર ગત તા.૨૦-૦૫-૨૦૨૦ ના રોજ એક સગીરાને લલચાલી,ફોસલાવી ભગાડી અપહરણ કર્યુ હતુસગીરાની ઇચ્છા વિરુધ્ધ અરવિંદભાઇએ દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે પરિવારજનોએ કઠલાલ પોલીસ મથકે આરોપી અરવિંદભાઇ સોઢા પરમાર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આજ રોજ કેસ નડિયાદ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ગોપાલ વી ઠાકુરે કોર્ટે સમક્ષ આરોપી વિરુધ્ધ ઉગ્ર દલીલો કરી હતી. કુલ સાત સાહેદોના પુરાવા અને ૨૫ દસ્તાવેજી પૂરાવા રજૂ કર્યા હતા. જે કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. કોર્ટે આરોપી અરવિંદભાઇને . પી.કો કલમ ૩૬૩ ના ગુનામાં વર્ષની સખત કેદ તથા રૂા.૧૦,૦૦૦ દંડ,દંડ ભરે તો વધુ માસની સાદી કેદની સજા,.પી.કો કલમ ૩૬૬ ના ગુનામાં વર્ષની સખત કેદ તથા રૂા.૧૦,૦૦૦ દંડ,દંડ ભરે તો વધુ માસની સાદી કેદની સજા,.પી.કો કલમ ૩૭૬()(એન) ના ગુનામાં  ૧૦ વર્ષની સખત કેદ તથા રૂા.૧૦,૦૦૦ દંડ,દંડ ભરે તો વધુ માસની સાદી કેદની સજાપોકસો એકટની કલમ () સાથે વાંચતા . ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦ દંડ,દંડ ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

(5:32 pm IST)