Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

નડિયાદના ખેતરની ઓરડીમાં થયેલ ચોરીનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલી કાઢ્યો

નડિયાદ:શહેરના સાંઇબાબા મંદિર પાછળ આવેલ એક ખેતરની ઓરડીમાં થયેલ ચોરીનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલ્યો છે. બનાવ સંદર્ભે ચાર વ્યક્તિઓને રાઉન્ડઅપ કર્યો છે.

ગત તા.૧૬ જૂલાઇના રોજ નડિયાદ શહેરના  સાંઇબાબ મંદિર પાછળ અતીકભાઇ વ્હોરાની જમીન આવેલી છે. જમીનમાં ટપકસિચ્ચાઇથી ખેતી કરતા હોવાના કારણે  પાઇપો કિ.રૂા.,૫૦,૦૦૦ લાવ્યા હતા

જે પાઇપો ખેંતરની ઓરડીમાં પડી રહેતી હતી. તા.૧૬ જૂલાઇના રોજ ખેતરની દેખરેખ રાખતા સાબીરભાઇએ જમીન માલિક અતીકભાઇને ફોન કરી જણાવેલ કે આપણી ઓરડીનુ તાળુ તુટેલ છે. જેથી અતીકભાઇ ખેતર જઇને તપાસ કરતા ઓરડીમાં મૂકેલ પાઇપોની ચોરી થઇ હોવાનુ માલૂમ પડયુ હતુ. બનાવ અંગે અતીકભાઇ સબ્બીરઅહેમદ વ્હોરાની ફરિયાદ આઘારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નડિયાદ ટાઉન પોલીસની ટીમ આજરોજ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ખાનગી બાતમી મળી હતી કે ચોરીના બનાવમાં સંકળાયેલા આરોપીઓ એક રીક્ષામાં બેસી નડિયાદ-ડાકોર રોડ  તરફથી આવી રહ્યા છે

જે અન્વયે સ્થાનિક પોલીસે વાંચ ગોઠવી હતી અને બાતમી આધારિત રીક્ષા પસાર તેને રોકી હતી અને રીક્ષામાં સવાર ચાર વ્યક્તિઓની સઘન પૂછપરછ કરતા તેઓએ ચોરી કરી હોવાનુ કબુલ્યુ હતુ. બનાવ સંદર્ભે પોલીસ ટીમે પાઇપો વીશ બંડલ કિ.રૂા.,૫૦,૦૦૦,સી.એન.જી રીક્ષા કિ. રૂા. , ૫૦, ૦૦૦ એમ મળી કુલ રૂા.,૦૦,૦૦૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.

(5:33 pm IST)