Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

વડોદરા નજીક અણખોલ ગામે બિલ્ડિંગના કામકાજમાં આણંદના વેપારીએ ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ

વડોદરા:નજીક અણખોલ ગામે નવા બંધાતા સરદારધામની સાઇડ ઉપર બિલ્ડિંગના બાંધકામમાં ઉપયોગમાં લેવાના મટીરીયલનું વજન કરવા માટે વજન કાંટાની ખરીદી માટે આણંદની કાનન વેઇંગ સિસ્ટમના પ્રોપરાઇટર ભરત જશભાઈ પટેલ સાથે રૂ.6.85 લાખ નક્કી કર્યા હતા બાદમાં સરદારધામ ટ્રસ્ટના નામથી ભરત પટેલના આણંદમાં આવેલ આંધ્ર બેન્કના ખાતામાં એડવાન્સ રકમ પેટે રૂ.4.11 લાખ આરટીજીએસથી જમા કરાવ્યા હતા જોકે નક્કી થયા મુજબ પંદર દિવસ સુધી વજન કાંટો નહી મોકલાવતા સરદાર ધામ ટ્રસ્ટે ભરત પટેલ પાસે રૂપિયા પરત માગ્યા હતા જેથી ભરત પટેલે બે વખત રૂ.4.11લાખના બે ચેક આપ્યા હતા જે બંને ચેક બેન્કમાંથી રિટર્ન થયા હતા આમ સરદારધામ ટ્રસ્ટ સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ ચંદ્રકાંતભાઈ પટેલે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે

(5:33 pm IST)