Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

વડોદરામાં પ્રેમલગ્ન કરનાર પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરાઃ પ્રેમલગ્ન કરનાર પરિણીતા ઉપર સાસરીયાએ ત્રાસ ગુજારતાં પોલીસે પતિ અને સાસરીયા સામે ગુનો નોંધ્યો છે.

પરિણીતાએ કહ્યું છે કે,અંકલેશ્વર ખાતે રહેતા અર્જુન સાથે ૧૦ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા.લગ્ન બાદ પહેલી પુત્રીનો જન્મ થયો હતો.બીજી વાર પ્રેગનન્ટ થતાં સાસરીયાએ મને હવે બીજી પુત્રી ના જોઇએ, પુત્ર થવો જોઇએ તેમ કહી ત્રાસ ગુજારવા માંડયો હતો.બીજી પણ પુત્રી થતાં મને અને બંને પુત્રીને કેરોસીનથી સળગાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી.

મહિલાએ આક્ષેપ કરતાં કહ્યું છે કે,મારો પતિ કલાકો સુધી ફોન પર વાતો કરતો હોવાથી તપાસ કરતાં તે બીજી સ્ત્રીના ચક્કરમાં ફસાયો હોવાનું જણાઇ આવ્યું હતું.પતિ નશાના રવાડે ચડયો છે અને ક્રિકેટનો સટ્ટો પણ રમે છે.મહિલા પોલીસે ફરિયાદના આધારે પતિ,સાસુ અને જેઠ સામે ગુનો નોંધ્યો છે.

(5:34 pm IST)