Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ગુજરાતના પોલીસ વિભાગમાં એકસાથે 60 નવા PIની સીધી ભરતી: 42 પોલીસ ઈન્સ્પેક્ટરની સીધી ભરતીની યાદી જાહેર

ગૃહ વિભાગ દ્વારા હવે પોલીસ રીવોર્ડ પોલીસીમાં હવે ફેરફાર કરાશે :નવા ફેરફાર પ્રમાણે હવે અલાયદી રિવોર્ડ પોલીસીને પણ નાર્કોટિક્સ માટે અમલમાં મુકાશે

  અમદાવાદ :  ગુજરાતના પોલીસ વિભાગમાં એકસાથે 60 નવા PIની સીધી ભરતી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી PI કક્ષાના અધિકારી માટે સીધી પરીક્ષા લેવાની શરૂઆત થઈ છે. જે હેઠળ હવે ગુજરાતના જુદા-જુદા જિલ્લામાં આ અધિકારીઓ પોતાની ફરજ બજાવશે. વર્ષ 2018-19માં PI માટે પરીક્ષાનું આયોજન થયું હતું. જેનું પરિણામ હવે જાહેર થઈ ગયું છે. PI કક્ષાના અધિકારીઓને પણ GPSC હેઠળ લેવાયેલી પરીક્ષા પાસ કરવી પડે છે. જેમને વર્ગ-2ના કર્મચારી તરીકેનો દરજ્જો પણ આપવામાં આવે છે.

 રાજ્યમાં 70 હજારથી વધારે પોલીસકર્મીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા હવે પોલીસ રીવોર્ડ પોલીસીમાં હવે ફેરફાર કરવામાં આવશે. નવા ફેરફાર પ્રમાણે હવે અલાયદી રિવોર્ડ પોલીસીને પણ નાર્કોટિક્સ માટે અમલમાં મુકવામાં આવશે. આ મામલે ટૂંક સમયમાં ગૃહવિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી શકે છે. નવા ફેરફરમાં ખાસ કરીને નાર્કોટિક્સનો કેસ હશે તો પોલીસકર્મીને વિશેષ એવોર્ડ આપવામાં આવશે. તે પણ કેસની ગુણવત્તા તેમજ ચોક્કસ ટકાવારી પ્રમાણે આ રીવોર્ડ આપવામાં આવશે

ગુજરાતના પોલીસકર્મીઓને અને ટીમને હવે કેસની ગુણવત્તાને આધારે પ્રોત્સાહિત કરવામાં આવશે. સાથેજ તેમને ખાસ રિવોર્ડ પણ આપવામાં આવશે. નવા ફેરફરામાં ગૃહ વિભાગ દ્વારા નાર્કોટિક્સના મહત્તમ કેસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જે મામલે ટૂંક સમયમાં મહત્વની જાહેરાત કરવામાં આવશે. 

પ્રોહિબિશન તેમજ નાર્કોટિક્સના કેસમાં પોલીસની કામગીરીને લઈને તેમને પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે. જેમા તેમને રોકડ પુરસ્કાર તેમજ એવોર્ડ આપીને સન્માન આપવામાં આવે છે. પરંતુ હવે તે રિવોર્ડ પોલીસીમાં ગૃહવિભાગ દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમા ખાસ નાર્કોટિક્સના કેસોને ધ્યાન રાખીને આ ફેરફાર કરવામાં આવ્યા છે

  અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી વધી છે. જેને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ દ્વારા પોલીસની રીવોર્ડ પોલીસીમાં ફેરફરા કરવામાં આવ્યા છે. જેથી કરીને રાજ્યમાં ડ્રગ્સ તેમજ ચરસ, ગાંજા જેવા નશીલા પદાર્થોનું વેચાણ અટકી શકે. 

(7:22 pm IST)