Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ગુજરાતમાં ઠેર-ઠેર રસ્તાઓનો કચ્ચરઘાણઃ ચારેકોર પાણી ભરાયા

અનેક સ્થળે ટ્રકો પલ્ટી મારેલા પડયા છે

રાજકોટઃ સૌરાષ્ટ્ર-ગુજરાત- કચ્છમાં અતિભારે વરસાદના પગલે ઠેર-ઠેર રસ્તાઓનો ભુકકો બોલી ગયો છે. ખાડાઓને લીધે ટ્રકો પલ્ટી ખાઇ ગઇ છે. તો અનરાધાર વરસાદને લીધે લગભગ ગામો...શહેરો... ગામડામાં પાણી ભર્યા છે. ઉડતી નજરે જોઇએ તો... સુરતના પલસાણા, કીમ, ભરૂચ, અંકલેેશ્વર, સરખેજ ચોકડી, લીમડીના રસ્તાઓ ઉપર અનેક ગાબળા રાબેતા મુજબ પડી ગયા છે. સૌથી ખરાબ સ્થિતિ ચોટીલાથી રાજકોટ અને અમદાવાદ તરફના રસ્તાઓની છે. ખાડા છે, પાણી ભરાયા છે. વાહનો પલ્ટી મારી જાય છે. સ્થિતિ ખુબ ખરાબ છે.

આવી જ સ્થિતિ સમગ્ર રાજયમાં ઠેરઠેર જોવા મળે છે.

(6:24 pm IST)