Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ગુજરાતમાં વરસાદના કારણે ક્યાંક રાહત, ક્યાંક આફત

ગુજરાત રાજ્યમાં વરસાદ જામ્યો : બનાસ નદીમાં જળસ્તર વધતા લોકોને ભૂતકાળમાં આવેલ પૂરની યાદ આવી, ૧૨ જેટલા ગામો સંપર્ક વિહોણા થયા

ગાંધીનગર, તા.૨૪ : ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રવિવારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૨૫૧ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો છે જ્યારે ઘણી જગ્યાએ હળવો વરસાદ પણ વરસ્યો છે. હજુ આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજકોટ અને જામનગર સહિત સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જામનગર જિલ્લાના જોડીયામાં ૧૪ ઈંચ વરસાદ પડ્યો છે. બીજી તરફ મોરબીમાં ૧૦ ઈંચ વરસાદ પડતા મચ્છુ ડેમ ઓવરફ્લો થયો છે. રાજકોટ જિલ્લામાં આખી રાત વરસાદ વરસ્યો છે. સૌથી વધુ લોધિકામાં ઈંચ, ઉપલેટામાં ઈંચ, ગોંડલમાં ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. ગીર પંથકમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે.

             જેથી ખેતરમાં ઉભા પાકને નુકસાન થાય તેવી ભીતી સેવાઈ રહી છે. ગુજરાતના જુદા જુદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નીચે પ્રમાણે વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ભરી વળ્યાં હતાં. ઉમરપાડામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં હજુ આગામી દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી છે. હવામાન વિભાગના મતે ૨૬ તારીખ પછી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો ૧૦૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જે પાછલા દાયકામાં પહેલીવાર રાજ્યમાં સીઝનનો ૧૦૦ ટકા વરસાદ નોંધાયો છે. જે પૈકી ટકા વરસાદ તો છેલ્લી ૨૪ કલાકમાં પડ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. બીજી તરફ અમદાવાદમાં પણ સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. સવારથી સૌરાષ્ટ્રના રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ તથા ઉત્તર ગુજરાતના પાટણમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે.

            ગુજરાતમાં સીઝનનો ૧૦૦% વરસાદ પણ થઈ ગયો છે. ભારે વરસાદના લીધે ઘણાં ઠેકાણે રોડ ધોવાઈ જવાની સાથે ખેતરોમાં અને ઘરોમાં પાણી ઘૂસી જવાની ઘટનાઓ પણ નબી રહી છે. રાજ્યના ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા વરસાદી આંકડા રજૂ કરવામાં આવ્યા છે. જેમાં પાછલા કલાકમાં સૌથી વધારે રાજકોટના ગોંડલમાં તોફાની વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં નદીઓ અને ડેમોમાં નવા નીરની આવક થઈ રહી છે. નદીઓ બે કાંઠે વહેતી હોવાથી કોઝ-વે પાણીમાં ગરકાવ થવાની ઘઠનાઓ પણ સામે આવી રહી છે, જેના લીધે ઘણાં ગામો સંપર્ક વિહોણા થઈ રહ્યા છે. રાજ્યમાં વહીવટી તંત્ર દ્વારા અગાઉથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈયાર રાખવામાં આવી છે જેથી કપરી પરિસ્થિતિમાં તાત્કાલિક ટીમો મદદ માટે પહોંચી શકે. રાજ્યભરમાં તોફાની વરસાદ થઈ રહ્યો છે જેમાં વર્ષે સીઝનનો ૧૦૦% વરસાદ થઈ ગયો છે જેમાં પાછલા ૨૪ કલાકમાં % વરસાદ થઈ ગયો છે. આવામાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. આવામાં બનાસ નદીનું જળસ્તર વધવાના કારણે પાટણના સાંતલપુરમાં આવેલા અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. ભારે વરસાદના લીધે ઘણાં સ્થળો પર લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

           મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાંતલપુરના નદી કાંઠાના ગામોનો સપર્ક તૂટી ગયો છે. ઘણાં ગામો બેટમાં ફેરવાયા છે. નદીનું જળસ્તર વધવાના કારણે કોઝ-વે પાણીમાં ગરકાવ થયા છે. પેદાશપુરા, આબીયાણા સહિતના ૧૨ જેટલા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. ઉત્તર ગુજરાતમાં ૨૦૧૭માં પૂરનું નિર્માણ થયું હતું તેવી બીક લોકોને વખતે થઈ રહેલા વરસાદને જોઈને સતાવી રહી છે. ભારે વરસાદના કારણે બનાસ નદીમાં મોટા પ્રમાણમાં નવા નીરની આવક થઈ રહી છે જેને જોતા લોકોને ભૂતકાળની યાદ આવી રહી છે. પાટણ જિલ્લામાં પાછલા ૨૪ કલાકમાં થયેલા વરસાદ પર એક નજર કરીએ તો તે પ્રમાણે છે- સરસ્વતી તાલુકામાં ૨૦૯એમએમ, રાધનપુરમાં ૧૬૨એમએમ, હારીજમાં ૧૫૬એમએમ, પાટણમાં ૧૫૨એમએમ, સિદ્ધપુરમાં ૧૪૯એમએમ વરસાદ થયો છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને કલેક્ટર દ્વારા ડીઝાસ્ટર કંટ્રોલ રુમના સંપર્કની યાદી પણ આપી છે.

(7:11 pm IST)