Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

જોડીયામાં સૌથી વધુ પોણા આઠ ઈંચ ખાબક્યો : રાજ્યના 50 તાલુકામાં એકથી પોણા આઠ ઇંચ વરસાદ વરસ્યો

કચ્છના નખત્રાણામાં 4 ઇંચ, ઉમરપાડામાં 3 ઇંચ અને કપરાડામાં પોણા ત્રણ ઇંચ વરસાદ

અમદાવાદ :  રાજ્યમાં હાલ ચોમાસું સક્રિય છે અને બીજા રાઉન્ડમાં મેઘરાજા ધુંવાધાર બેટિંગ કરી રહ્યાં છે. આજે 23 સપ્ટેમ્બરે રાજ્યમાં આજે 50 તાલુકામાં આજે વરસાદ વરસ્યો છે. આ તાલુકાઓમાં 1 ઇંચથી પોણા પોણા આઠ ઇંચ સુધી વરસાદ પડ્યો છે.

સૌથી વધુ વરસાદ જામનગરના જોડીયામાં જોવા મળ્યો. અહિયાં પોણા આંઠ ઇંચ વરસાદ વરસતા વિસ્તારમાં ખુબ પાણી ભર્યા. તો બીજી તરફ કચ્છના નખત્રાણામાં 4 ઇંચ વરસાદ થયો. તો સુરતના ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. વલસાડના કપરાડામાં પણ પોણા ત્રણ ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ છે.

(9:27 am IST)