Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

રાજપીપળાની ઉજ્જીવન સ્મોલ બેંક દ્વારા કોવિડ હોસ્પિટલને આરોગ્યલક્ષી કુલ-૧૨ જેટલી વસ્તુઓની ભેટ અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોનાની સંભવતઃ આગામી ત્રીજી લહેરને અનુલક્ષીને તેમજ નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ હોસ્પિટલમાં શહેરી-ગ્રામ્ય વિસ્તારના દરદીઓને સમયસર સારવાર મળી રહે અને આરોગ્યલક્ષી સુવિધાઓમા વધારો થાય તે માટે CSR પ્રોજેક્ટના ભાગરૂપે રાજપીપલાની ઉજ્જીવન સ્મોલ બેંકના ટીમ લીડર ધર્મેન્દ્ર પ્રજાપતિ, એરીયા મેનેજર અશોક ગોસ્વામીના હસ્તે આજે રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે PPE કિટ્સ-૧૦૦, ફોગીગ પંમ્પ-૧૦, દિવાલ પંખા-૧૦, ઓક્સિજન કોન્સેન્ટ્રેટર-૦૫, કચરા પેટી-૫૦, ઓસિકા-કવર-૧૦૦, પલ્સ ઓકસીમીટર-૧૦, થર્મોમીટર-૦૫, ઓકસજન માસ્ક-૫૦, ઓકસીજન રેગ્યુલેટર-૦૫ અને હેન્ડ ગ્લોઝ સહિત કુલ-૧૨ જેટલી વિવિધ ઉપયોગી આરોગ્યલક્ષી ઉપકરણોની ભેટ આપી હતી, જેનો સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તાએ સ્વીકાર કર્યો હતો.આ પ્રસંગે બેંકના બ્રાન્ચ મેનેજર રાવ પાટીલ અને કોવિડ-૧૯ હોસ્પિટલના આરોગ્ય કર્મીઓ વગેરે ઉપસ્થિત રહયાં હતાં.

(10:56 am IST)