Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ખોટા આદિજાતી પ્રમાણપત્રનાં વિવાદમા ઘેરાયેલા ધારાસભ્ય નિમીષાબેન સુથારને મંત્રીપદ પરથી દુર કરવા BTTS નું આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : મોરવા હડફ નાં ધારાસભ્ય નિમીષાબેન સુથાર જેઓ પાછલા ઘણા સમયથી ખોટા આદિજાતી પ્રમાણપત્રને લઇને વિવાદમા ઘેરાયેલ છે. તેઓ પોતે પણ ખોટી રીતે આદિજાતી પ્રમાણપત્ર મેળવીને અનુસુચિત આદિજાતીની બેઠક ઉપરથી ચુંટાઇ આવેલ છે. અને તે બાબતમાં ગુજરાત હાઇકોર્ટમાં ઇલેક્શન પીટીશન કેસ નંબર EP 1/2021 નામ થી ગુજરાત હાઇકોર્ટ્મા કેસ હાલમાં ચાલુ છે.
મોરવા હડફ નાં ધારાસભ્ય નિમીષાબેન સુથારના આદિજાતિ પ્રમાણપત્રને લઇને તેઓ વિવાદમાં ઘેરાયેલા છે માટે નિમિષાબેન સુથારને રાજ્યકક્ષાના આદિજાતી મંત્રી પદ ઉપરથી તાત્કાલિક અસર થી દુર કરવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર બિટીટીએસના ચૈતરભાઈ વસાવા ની આગેવાનીમાં નર્મદા કલેકટર ને આપવામાં આવ્યું હતું.
આવેદનમાં વધુમાં જણાવ્યું છે કે મોરવા હડફના ધારાસભ્ય  નિમિષાબેન સુથારના પિતાનું જાતિ પ્રમાણપત્ર હાઇકોર્ટ દ્વારા વિશ્લેષણ સમિતિમાં તપાસ અર્થે મોકલવામાં આવતા વિશ્લેષણ સમિતિ પર રાજકીય દબાણ ઉભું કરી,જરૂરી અને યોગ્ય પુરાવા નહી હોવા છતાં માન્ય કરાવ્યું હતું. ધારાસભ્ય પોતે ખોટા આદિજાતિ ના પ્રમાણપત્ર ને લઇને વિવાદમાં ઘેરાયેલ હોઇ, તેવા સંજોગોમાં આવતા તેમને રાજ્યકક્ષા ના આદિજાતિ મંત્રી જેવું મહત્વનું અને સંવેદનશીલ મંત્રાલય સોપી શકાય નહી. તેવી સમગ્ર આદિવાસી સમાજનું માનવું છે. તેમ છતાં નિમિષાબેન સુથાર ની રાજ્યકક્ષા ના આદિજાતિ મંત્રી તરીકે નિમવા તે સમગ્ર આદિવાસી સમાજની લાગણી ને ઠેસ પહોંચાડવા જેવી બાબત છે.
જેથી મોરવા હડફ નાં ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિરુધ્દ્દ ના કેસમાં જ્યાં સુધી નામ.ગુજરાત હાઇકોર્ટ નો અંતિમ ફેંસલો ના આવે ત્યાં સુધી તેમને તાત્કાલિક અસર થી રાજ્યકક્ષા ના આદિજાતિ મંત્રી પદ ઉપર થી દુર કરવામાં આવે તેવી સમગ્ર આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે.
જો નિમિષાબેન ને આદિજાતિ મંત્રી બનાવી રાખવામાં આવશે તો છેલ્લા 5 વર્ષથી ગુજરાતના સાચા આદીવાસી ખોટા આદિવાસીઓ સામે વિરોધ કરી રહ્યા છે. લડી રહ્યા છે. અને આંદોલન કરી રહ્યા છે. એમની લાગણી અને માંગણી ની સરકાર દ્વારા ધરાર અવગણના થશે. અને આવનાર સમયમાં આદિવાસીઓએ ફરી રાજ્યવ્યાપી આંદોલન કરવા માટે મજબુર ના થવું પડે એ જોવાની રાજ્યના મુખ્યમંત્રી તરીકે આપની જવાબદારી છે.
જેથી ગુજરાતના સાચા આદીવાસી સમાજ ની લાગણી અને માગણી ને સમજીને ધ્યાનમાં રાખી ને મોરવા હડફ નાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર ને રાજ્યકક્ષા ના આદિજાતી મંત્રી પદ ઉપર થી તાત્કાલિક અસર થી દુર કરવામાં આવે તેવી આવેદનપત્ર માં માંગ કરવામાં આવી છે.

(10:58 am IST)