Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

જીતગઢ ગામમાં નિર્ભયા ટીમે સાઇબર ક્રાઇમ બાબતે સાવચેતી રાખવા ખાસ જાણકારી આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા જીતગઢ ગામમાં નિર્ભયા સ્કોડની ટીમે સાયબર ક્રાઈમ બાબતે જરૂરી જાણકારી આપી લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો.
નર્મદા પોલીસ દ્વારા કાર્યરત નિર્ભયા સ્કોડ ખાસ શાળા કોલેજ બહાર રખડતા રોમિયો પર કાબુ મેળવી અભ્યાસ કરતી દીકરીઓની સલામતી માટે પ્રશંસનીય કામ કરી રહી છે ત્યારે આ સ્કોડ ના પીએસઆઇ કે.કે.પાઠક ફક્ત રોમિયો માટે જ નહીં બલ્કે અન્ય લાચાર અભણ લોકો ને સરકારી સહાય સહિત અન્ય જાગૃતિ માટેની કામગીરી માટે પણ તેમની ટીમને જરૂરી માર્ગદર્શન આપી ઘણા સેવકાર્યો પણ કરાવે છે જેમાં અત્યારે સૌથી વધુ બનતા સાયબર ક્રાઇમ ના ગુનાઓ થી લોકોને બચાવવા ખાસ અભિયાન માં નિર્ભયા ટીમ કામે લાગી છે જેમાં જીતગઢ ગામમાં નિર્ભયા ટીમ પહોંચી ગ્રામજનો ને સાઇબર ક્રાઇમ નો ભોગ ન બને એ માટેની જરૂરી સમજ આપી આ માટે સંપૂર્ણ જાણકારી આપી હતી.

(11:10 am IST)