Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

હાલોલનો એસ.ટી. ડેપો મેનેજર ૧૦ હજારની લાંચમાં ઝડપાયોઃ ડ્રાઇવરે ઝડપાવી દિધો

રાજકોટ તા. ર૪ :.. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એસીબીએ પંચમહાલના હાલોલ તાલુકાના એસ.ટી. ડેપો મેનેજર હેમંતકુમાર પટેલને ૧૦ હજારની લાંચ લેતા ઝડપી લેતા એસટી કર્મચારીઓમાં ભારે ચકચાર મચી છે.

એસીબીના જણાવ્યા મુજબ હેમંતકુમાર વિરૂધ્ધ ડેપોના એક ડ્રાઇવરે ફરીયાદ કરી હતી, ડ્રાઇવરનો આરોપ હતો કે, દાહોદ-સુરત ફિકસ રૂટ ઉપર પોતે બસ ચલાવતો હતો, ૯ સપ્ટેમ્બરે તેને આ રૂટ ઉપરથી હટાવી દેવાયો હતો, રોટેશન મુજબ ડયુટી અપાતી હતી, તેણે પોતાનો જૂનો રૂટ માંગ્યો તો ડેપો મેનેજર હેમંતકુમારે ફિકસ રૂટ દેવા માટે ૧૦ હજારની લાંચ માંગી હતી, પરીણામે ડ્રાઇવરે ફરીયાદ કરતા એસીબીએ બુધવારે જાળ બીછાવી અને ડેપો મેનેજરને વર્કશોપમાં ૧૦ હજારની લાંચ લેતા ઝડપી લીધો હતો.

(11:22 am IST)