Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

રાજ્યમાં આગામી તા.27 સપ્ટેમ્બરથી તા.5 ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગોમાં વરસાદ પડવાની શક્યતા: તા. 12થી 15 ઓક્ટોબરમાં પણ વાદળછાયું વાતાવરણ અને 20થી 22 ઓક્ટોબર દરમિયાન હવામાનમાં પલટો આવશે

અમદાવાદ :  રાજ્યમાં હાલ વાદળીયું હવામાન છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી તા.27 સપ્ટેમ્બરથી તા.5 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત થઈ છે.રાજ્ય માં તા. 12થી 15 ઓક્ટોબરમાં પણ મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ અને 20થી 22 ઓક્ટોબર દરમિયાન પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે

(11:51 am IST)