Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

સરદાર સરોવરમાં છેલ્લા એક મહિનામાં પાણીની સપાટીમાં 7 મીટરનો વધારો થયો

સપ્ટેમ્બર મહિનામાં રાજ્યવ્યાપી સારા વરસાદને કારણે પાણીની સ્થિતિમાં સુધારો

અમદાવાદ :  રાજ્યમાં જળાશયોમાં હાલની સ્થિતિએ 70 ટકાથી વધારે જળસંગ્રહ છે. સપ્ટેમ્બર મહિનામાં રાજ્યવ્યાપી સારા વરસાદને કારણે પાણીની સ્થિતિમાં સુધારો થયો છે. સરદાર સરોવરમાં હાલની સપાટી 122.83 મીટર છે અને 57 ટકા પાણીનો સંગ્રહ છે. ગત વર્ષે આ સમયે ડેમમાં 93 ટકાથી વધારે પાણી હતું. સરદાર સરોવરમાં હાલની સ્થિતિએ પાણીનો કુલ જથ્થો 5.430 લાખ કરોડ લીટર છે પણ લાઇવ સ્ટોરેજ (ઉપયોગમાં લઇ શકાય એવો પાણીનો જથ્થો) 1700 એમ.સી.એમ. એટલે કે 1.700 લાખ કરોડ લીટર પાણી છે. સરદાર સરોવરમાં છેલ્લા એક મહિનામાં પાણીની સપાટીમાં 7 મીટરનો વધારો થયો છે. સરદાર સરોવરમાં આખા રાજ્યને 7 મહિના સુધી પીવા માટે તકલીફ ના પડે એટલુ લાઈવ સ્ટોરેજ છે.

(11:57 am IST)