Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

સુરતમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ : જળબંબાકાર

કતારગામ, વરાછા, ઉધના, પાડેસરા, પાલનપુર પાટીયા, અડાજણ, મજૂરા ગેઇટ સહિત શહેરભરમાં સવારે ૭ કલાકથી વરસાદ : નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયા

Alternative text - include a link to the PDF!

રાજકોટ તા. ૨૪ : ભાદરવા માસના પ્રારંભથી જ મેઘરાજા અવિરત હેત વરસાવી રહ્યા છે. સૌરાષ્‍ટ્રમાં મુશળધાર વરસાદ વરસાવ્‍યા બાદ હવે દરિયાઇ પટ્ટી અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે.
સુરતમાં આજે વહેલી સવારથી ઘટાટોપ વાદળાઓ છવાયા હતા. ભારે ઉકળાટ અને ભેજના વાતાવરણ વચ્‍ચે સવારે ૭ કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ લખાય છે ત્‍યારે સવારે ૧૧.૩૦ કલાકે પણ વરસાદ ચાલુ છે. ક્‍યાંક ધોધમાર તો ક્‍યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
ધોધમાર વરસાદને પગલે ૪ કલાકમાં અઢી ઇંચ વરસાદ પડી ગયાનો અંદાજ છે. નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઇ ગયા છે અનેક વિસ્‍તારો જળબંબાકારની સ્‍થિતિમાં આવી ગયા છે.
સુરત શહેરના જહાંગીરપુરા, પાલનપુર પાટીયા, રામનગર, અડાજણ, આઠવા લાઇન, ઉમરા, વેસુ, ડુમસ, મજૂરા ગેઇટ, સગરામપુરા, કતારગામ, વરાછા, કાપોદરા, ઉધના, લીંબાયત, પાંડેસરા, સચીન સહિતના વિસ્‍તારોમાં બે થી અઢી ઇંચ જેવો વરસાદ પડયો છે.
હવામાન ખાતા તેમજ નિષ્‍ણાંતોએ પણ હજુ વધુ વરસાદ વરસવાની જાણકારી આપી છે.

 

(1:09 pm IST)