Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

કાલોલની નદીમાં માછલીઓની ઉછળકુદ

છોટા ઉદેરપુર, તા. ર૪ : છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો સુખી ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમના એક પછી એક કુલ બે ગેટ ૧૫ સેન્ટીમીટર ખોલવાની ફરજ પડી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા ૧૯ ગામોને હાઇ એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાં હાલ ૧૪૭.૭૮ મીટર પાણીની સપાટી છે, અને ડેમમાં હાલ ૧૬૨.૨૫૧ મિલિયન ક્યુબીક મીટર લાઈવ સ્ટોરેજ છે. ડેમ ભરાતા પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. બીજી તરફ પંચમહાલની કાલોલની નદીનો ચેકડેમ પર માછલીઓની ઉછળકૂદનો અદ્ભૂત વીડિયો વાયરલ થયો છે. ચેકડેમ પરથી ઓવરફ્લો થતા પાણીમાં અંદાજિત ૫ થી ૧૦ ફૂટ ઊંચે ઉછળતી માછલીઓનો 'પાની પાની...' ગીત મિકસ કરેલ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

(2:51 pm IST)