Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

૩૦ મીનીટમાં અંબાજીમાં ચારેકોર પાણીઃ રસ્તાઓ બેટમાં ફેરવાયા

અંબાજીમાં ગઇકાલે ગુરુવાર સાંજે ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળયા હતા અને હાઈવે માર્ગો પર પણ પાણી ભરાયા છે. માત્ર ૩૦ મિનિટ વરસાદમાં અંબાજીમાં પાણી-પાણી થઈ ગયું હતું. ભારે વરસાદને કારણે અનેક વાહનો પાણીમાં અટવાયા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે આજે અંબાજીમાં ભારે વરસાદ પડી રહ્યો હતો.

(2:51 pm IST)