Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

હવે વોટસએપને સ્વદેશી ટકકરઃ 'સર્કલએપ'નું ૨જી ઓકટોબરે લોન્ચિંગ

વિશ્વના ત્રણ દેશો જેની કોરોના બાબતે સલાહ મેળવે છે તેવા ગુજરાતના સાયન્ટિસ્ટ ડો. રાગેશ શાહનું સ્વપ્ન અંતે સાકાર થયું : દેશના લાખો ગ્રામ્ય લોકોની અનેક પ્રકારની દવા, કૃષિ, પશું આધારિત સમસ્યા, સિક્યોરિટી સિસ્ટમ્સ વિગેરે સુવિધા ફકત ૧૪ વર્ષની કાવ્યા અજયકુમાર ચોધારીની મદદથી ઉમેરતા ચાર ચાંદ લાગી જશે : ગૂગલ એપ નહિ પરતંુ લિંક અને Q R કોડ સ્કેન કરવાથી એપ ડાઉનલોડ થશે, ટેલિ મેડીસિંન અને જાણીતા સામાજિક ટ્રસ્ટ સોમચંદ ડોસાભાઈ ટ્રસ્ટના સહયોગથી કોરોનાકાળ દરમિયાન પોલીસ સ્ટાફને નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન અને દવાઓ વિનામૂલ્યે ડીજી આશિષ ભાટિયા અને જેસીપી અજયચોધરી જેવા માનવીય અભિગમ ધરવતા આઇપીએસ અધિકારીઓના સૂચનથી ઉપલબ્ધ કરાવનાર સાયન્ટિસ્ટ ડો. રાગેશ શાહ જ આ એપના આવિષ્કાર કરતા છે.

'સર્કલ'  એપ્લીકેશનને ગ્રામ્ય વિસ્તારના દેશના લાખો લોકોને આરોગ્ય સેવાઓ, પોતાના પશુઓ માટેની આરોગ્ય સેવાઓ મળવા સાથે પોલીસ તંત્ર સાથેના સહયોગથી સુરક્ષા જેવી સુવિધાઓ જેના સહયોગથી ઉમેરવામાં આવી છે. તેવી ૧૪ વર્ષની કાવ્યા ચૌધરી તેમના પિતા જોઇન્ટ પોલીસ કમિશનર (અમદાવાદ) અને જાણીતા વિડીયો સીંગર દિપશીખા ચૌધરી સાથે દ્રષ્ટિ ગોચર થાય છે.

 રાજકોટ તા.૨૪, વોટસઅપ જેવી જ એપ.કે જે આપણા દેશમાં જ તૈયાર કરવામાં આવી છે અને તેને તૈયાર કરવામાં મૂળ ગુજરાતના સાયન્ટિસ્ટ અને કોરોના મહામારી જેવા રોગમાં વિશ્વના ત્રણ ત્રણ દેશ જેની સલાહ લઈ રહ્યા છે તેવા ડો. રાગેશ શાહ જેના સ્વપ્ન  દ્રષ્ટા છે તેનો ૨ જી ઓકટોબરથી પ્રારંભ થઇ રહ્યાનું ગુજરાતના પોલીસ તંત્ર અને તેના પરિવારને ટેલી મેડિસન માધ્યમથી જોડી તેમને ઉગારવામા સિહ ફાળો આપનાર અમદાવાદ સ્થિત ડો. રાંગેશ શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ એપ્લિકેશનમા મહત્વની બાબતો કે જે વોટ્સએપમા પણ નથી તેવી અદભૂત અને શહેરથી માંડી ગ્રામ્ય વિસ્તારના લોકોને ખૂબ ઉપયોગી અને પશુઓની સેવા, પોલીસ તંત્ર સાથે જોડાયેલ સિક્યોરિટી સહિતની મહત્વની બાબતો જોડવાનો અદભુત વિચાર પણ ડો. રાગેશ શાહ ને ફકત ૧૪ વર્ષની કાવ્યા દ્વારા આપવામાં આવ્યો છે, જેના ઋણ સ્વીકાર અંતર્ગત આ એપની પ્રાથમિક ટ્રાયલ લોન્ચિંગ અમદાવાદ ખાતે કાવ્યાના માતા ગુજરાતના જાણીતા વિડિયો સિંગર દીપ શિખાજીના જન્મ દિવસે ગુજરાતના કલા અને સાહિત્ય જગતના જાણીતી હસ્તીઓની ઉપસ્થિતિમાં થયેલ. ૧૪ વર્ષે જેની નવલકથા ટૂંકા સમયમાં પ્રગટ થનાર છે તેવી કાવ્યા સિનિયર આઇપીએસ એવા અમદાવાદના લોકિ-ય જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચોધરીની સુપુત્રી છે.

(સર્કલ).. ભારત દેશમાં તૈયાર થયેલી કલાઉડ ટેકનોલોજી આધારિત એક મેસેજીંગ એપ્લિકેશન છે...જેમાં એક બીજા સાથે લેખીત વાર્તાલાપ,ઓડિયો ફોનની સુવિધા વિડિયો ફોનની સુવિધા વધારે લોકો સાથે ગ્રુપમાં ઓડિયો વીડિયો થકી મિટિંગની સુવિધા...આ સિવાય બીજા ઘણા ફિચર્સ બીજી વિશ્વની મેસેજિંગ એપ્લિકેશન કરતા વધારે તો ખરાજ પરંતુ આ સર્કલ CIRCLE એપ્લિકેશન વિશ્વમાં એવી પહેલી એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશન છે જેમાં SOS પર્સનલ સુરક્ષા અને આરોગ્ય, માણસો માટે ટેલીમેડીસીન, પશુપક્ષી માટે ટેલીમેડિસીન અને વનસ્પતિ અને ખેતરના પાક માટે ટેલીમેડીસીન,  આમ આ બધા ફિચર્સ સાથે આ ભારતમાં બનેલી અને ગુજરાતમાં રાજ્ય સરકાર સાથે વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭માં વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલ MOU પ્રમાણે દેશના તમામ ૬,૫૦,૦૦૦ ગામો અને શહેરો આવરી લેવાશે. છેલ્લા પાંચ વર્ષથી સમગ્ર પ્રોજેકટનું દેશમાં અમલીકરણના ભાગરૂપે જુદા જુદા જિલ્લામાં પાઇલોટ પ્રોજેકટ ચાલી રહેલ છે.

આ સર્કલ CIRCLE મોબાઇલ એપ્લિકેશન ખરા અર્થમાં આપણા દેશને ૨૧મી સદીમાં ડિજિટલ સ્માર્ટ કન્ટ્રી તરીકે લઈ જશે જેમાં ..સ્માર્ટ વીલેજ,સ્માર્ટ ટાઉન અને સ્માર્ટ સિટી સાથે સમગ્ર દેશ એક સ્માર્ટ કન્ટ્રી તરીકે બનશે, જે ભારત દેશને વિશ્વમાં એક અત્યાધુનિક ડેવલોપ કન્ટ્રી તરીકે ઓળખ અપાવશે અને તે આપણી વર્ષો જૂની પરંપરા અને સંસ્કૃતિને અનુકૂળ, કોઈ પણ જીવ માત્ર માટે સુરક્ષા અને આરોગ્ય કવચ થકી સુખાકારી સાચવવા મનુષ્ય, પશુ પક્ષી અને વનસ્પતિ માટે કામ કરતી સર્કલ CIRCLE એપ્લિકેશન સુધી સીમિત નહિ રહેતા એક વિચાર તરીકે જૈનીઝમના સિદ્ધાંતો સાથે નિકટતાથી જોડાયેલી આ સંસ્થા છે...જેમાં પાંચ કલર જેવા લાલ, પીળો, સફેદ, લીલો અને વાદળી આ તમામ પાંચ કલર, અરિહંત, સિદ્ધ, આચાર્ય,  ઉપાધ્યાય અને સાધુના આત્માની જુદી જુદી વર્તમાન પોઝિશનના સિદ્ધાંતો ઉપર આધારિત ઓળખ છે...ત્યારે આ સર્કલ એપ્લિકેશન સમગ્ર વિશ્વમાં જીવ માત્ર માટે સુરક્ષા અને આરોગ્ય સુખાકારી સાચવવામાં ઉપયોગી એવી મોબાઈલ કલાઉડ ટેકનોલોજી આધારિત સુરક્ષા અને આરોગ્ય સાચવવામાં આ સર્કલ CIRCLE મેસેજીંગ એપ્લિકેશન ખુબજ અસરકારક બની રહેશે...જે ભારત દેશને વિશ્વમાં 'વિશ્વ ગુરુ' તરીકેની ચોક્કસ નામના અપાવશે. (૪૦.૩)

વૈજ્ઞાનિક

ડો. રાગેશભાઇ શાહ

(2:52 pm IST)