Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

વર્લ્ડ હિન્દુ ઇકોનોમી ફોરમનો કાલે વાર્તાલાપ

કોઇ પણ વ્યવસાયીકો, પ્રોફેશનલ, ઉદ્યોગપતિ ભાગ લઇ શકશે : રજીસ્ટ્રેશન જરૂરી

રાજકોટ,તા. ૨૪ : વિશ્વભરમાં કાર્યરત વર્લ્ડ હિન્દુ ઇકોનોમી ફોરમ ફકત વ્યાપારને જ પ્રાધાન્ય આપવાને બદલે આનુસંગિક દરેક પાસાઓને મહત્વ આપી સહુનો સર્વાંગી વિકાસ કરી રહ્યું છે. વર્લ્ડ હિન્દુ ઇકોનોકી ફોરમના પ્રણેતા સ્વામી વિજ્ઞાનાનંદજી આ ફોરમને સફળ બનાવવા માટે સતત પ્રયત્નશીલ અને સક્રિય યોગદાન આપી રહ્યા છે.

વર્લ્ડ હિન્દુ ઇકોનોમી ફોરમ દ્વારા હિન્દુ સમાજના ઉદ્યોગપતિઓ, બેંકરો, રોકાણકારો, ટેકનોક્રેટ્સ, વ્યાપારીઓ, પ્રોફેશ્નલ સ્કીલ્ડ વ્યકિતઓ, આર્થિક ક્ષેત્રે સાથે સંકળાયેલ દરેકને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે અને પરસ્પર માહિતી અને અનુભવનું આદાન-પ્રદાન થાય છે. ફકત વ્યવસાય પુરતો જ સાથ નહિ પરંતુ વ્યવસાયિક કોઇ પણ મુશ્કેલી, માર્ગદર્શન, ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને આવશ્યક સહાય આપે છે. સમસ્યાને નિવારી સહુ સાથ મળીને આગળ વધે એ જ મુખ્ય ધ્યેય છે.

ઇ.સ. ૨૦૧૨થી કાર્યરત વર્લ્ડ હિન્દુ ઇકોનોમી ફોરમ, ભારત, અમેરિકા, બ્રિટન, ચીન, થાઇલેન્ડ સહિતના દેશોમાં કોન્ફરન્સ કરીને વ્યવસાયકી કાર્યો કરવા માટે ફલક વિસ્તારી રહ્યું છે. આગામી તા. ૨૫ને શનિવારે સવારે ૭:૩૦ કલાકે એરપોર્ટ રોડ ઉપર આવેલ પેટ્રીયા સ્યુટ્સ ખાતે આ ફોરમનો આગામી વાર્તાલાપ અને સ્વસ્તિક ગ્રુપની રચના અંગેની વિસ્તૃત માહિતી માટેનું આયોજન કરાયેલ છે.

આ વાર્તાલાપમાં હિન્દુ વિચારધારાને સરર્પિત, વેપાર-ઉદ્યોગ સાતે સંકળાયેલ નાના-મોટા કોઇ પણ વ્યવસાયીક, પ્રોફેશ્નલ (ડોકટર-સી.એ., -વકિલ-આર્કિટેક વગેરે..) પધારે અને વૈશ્વિક ફલક ઉપર યથાયોગ્ય યોગદાન આપે.આયોજનને સફળ બનાવવા માટે કલ્પકભાઇ મણીઆર, કેદારભાઇ દવે વગેરે અથાગ ઉઠાવી રહ્યા છે. વર્લ્ડ હિન્દુ ઇકોનોમી ફોરમમાં હાલમાં પણ જે સભ્ય ન હોય તેઓને વાર્તાલાયમાં ભાગ લેવા માટે મો. ૯૪૨૮૨ ૨૨૨૨૨ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે.

(3:32 pm IST)