Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

કલોલની ધેધુ ચોકડી નજીક બકરા ભરેલ કાર સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડયો

કલોલ: કલોલ પંથકના ગામડાઓમાંથી ઢોર ચોરતી ટોળકી અને ખેતરોના બોર કુવાની ઓરડી પરથી કેબલ વાયર ચોરતી ટોળકી એ તરખાટ મચાવ્યો હતો ત્યારે આ ટોળકીને ઝબ્બે કરી લેવા માટે ગાંધીનગર પોલીસે બાતમીદારોને કામે લગાડયા હતા અને તેમની બાતમી મુજબ એલસીબીની ટીમે રીઢા તસ્કરને બકરા અને કેબલ વાયર ભરેલી કાર સાથે ઝડપી લીધો હતો પોલીસે તેની પાસેથી બકરા અને કેબલ વાયર જપ્ત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ બાબતે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લા અને કલોલ પંથકના ગામડાઓમાં ઘરના આંગણે બાંવામાં આવેલ બકરાઓની ચોરી થવાના બનાવો ચિંતાજનક હદે બની રહ્યા હતા તેમજ ખેતરમાં આવેલ બોર કુવાની ઓરડી પરથી કેબલ વાયર ની ચોરીઓ થવાના પણ બનાવો બનતા પોલીસ સક્રીય થઇ ગઈ હતી અને આ બનાવો અટકાવવા માટે અને તસ્કર ટોળકીને ઝબ્બે કરી દેવા માટે બાતમીદારોને કામે લગાડયા હતા ત્યારે ગાંધીનગર એલસીબી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે કલોલ તાલુકાના ધેધુ ગામે  થી નીકળેલી એક મારુતિ ૮૦૦ કાર નારદીપુર થઈને પસાર થવાની છે આ કારમાં બકરા ભરેલા છે અને કેબલ વાયર ના બંડલો ભરેલા છે તે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબ ની કાર આવી ચડતા પોલીસે તેને અટકાવી હતી પોલીસે કારની તલાશી લેતા કારમાંથી બકરા ભરેલા હતા અને અંદર પ્લાસ્ટિકના કોથળામાં કોપર વાયર ભરેલા હતા આ બાબતે પોલીસે કારના ચાલકની પુછતાછ હાથ ધરતા તે યોગ્ય જવાબ આપતો ના હોય પોલીસે કારના ચાલક આદિલ હુસૈન ઝાકીર મિયા બેલીમ રહે ઇટાદરા તાલુકો માણસા ની ધરપકડ કરી હતી અને તેની પૂછતાછ હાથ ધરતા તેણે તેના મિત્રો સાથે મળીને કલોલ તથા માણસા તાલુકા વિસ્તારના ગામડાઓમાંથી ઘરના આંગણે બાંધવામાં આવેલ બકરાઓની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તેની પાસેથી ૧૪ બકરા જપ્ત કર્યા હતા તેમજ તેણે તેના મિત્રો સાથે મળીને કલોલ અને માણસા વિસ્તારમાં આવેલ બોર કુવા ની ઓરડી પરથી કેબલ વાયરોની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તેની પાસેથી કેબલ વાયરનો જથ્થો જપ્ત કર્યાે હતો પોલીસે તેની ઊંડાણપૂર્વક પુછતાછ હાથ રતા તેણે ૧૨ અલગ-અલગ જગ્યાએથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું જે બાબતે પોલીસે તપાસ કરતા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પોલીસે તેની પાસેથી કોપરના તાર ૭૦ કિલો કિંમત રૃ ૪૪૪૫૦ તથા ૧૪ નંગ બકરા કિંમત રૃપિયા ૭૦,૦૦૦ અને મારુતી ફન્ટી કાર નંબર જીજે જીરો વન એચ એ ૮૯ ૫૦ કિંમત રૃપિયા ૨૦,૦૦૦ તથા એક મોબાઇલ મળી કુલ રૃપિયા એક લાખ છત્રીસ હજાર ૯૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બકરા ચોરીના ગુનામાં પકડાયેલો આદિલ હુસૈન ઝાકીર મિયા સામે કલોલ તાલુકા તથા માણસા અને મહેસાણા અને લાકડા જ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી તેમજ પશુ ચોરી અને ચોરી તેમજ જાહેરનામા ભંગના ગુના નોંધાયેલા છે પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા તેના મિત્રો સામે પણ ગુનો દાખલ કરીને તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(5:53 pm IST)