Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ઠાસરામાં આવેલ તાલુકા શાળાને કન્યા શાળામાં મર્જ કરી દેવામાં આવતા વાલીઓમાં રોષ ફેલાયો

ખેડા:જિલ્લાના ઠાસરામાં આવેલી તાલુકા શાળા મહાલક્ષ્મી કન્યા શાળામાં મર્જ થતા વાલીઓમાં રોષ ફેલાયો છે. ૧૩૬ વિદ્યાર્થીઓ સાથેની તાલુકા કક્ષાની શાળા મર્જ થતા આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.

મળતી માહિતી પ્રમાણે ઠાસરા નગરપાલિકા વિસ્તારમાં સૈયદવાડા પાસે આવેલી ઠાસરા તાલુકા શાળા ૧૯૩૭થી કાર્યરત છે. આશરે ૧૩૬ બાળકો હાલ ધોરણ ૧થી પાંચમાં અહીં અભ્યાસ કરી રહ્યાં છે. તાજેતરમાં ઠાસરા તાલુકા શાળામાં સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેનો મુખ્ય એજન્ડા ઠાસરા તાલુકા શાળાને મહાલક્ષ્મી કન્યાશાળામાં મર્જ કરવાનો હતો. લાંબી ચર્ચાને અંતે તાલુકા શાળાને મહાલક્ષ્મી કન્યા શાળામાં મર્જ કરવાનો નિર્ણય લેવામાં ાવ્યો છે.  શિક્ષણ આલમમાં થતી ચર્ચા પ્રમાણે તાલુકા શાળાના વહીવટમાં પડેલા ગાબડાઓને કારણે આ નિર્ણય લેવો પડયો છે. 

આ સમાચાર બહાર આવતા જ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. બાળકોના ભવિષ્ય સાથે સમાધાન થવાની ચિંતા વાલીઓને સતાવવા લાગી છે.

 લોકોમાં થતી ચર્ચા પ્રમાણે તાલુકા શાળામાં રહેલા ચાર શિક્ષકોમાંથી કોઈ મુખ્ય શિક્ષકની જવાબદારી લેવા તૈયાર ન થતા શાળાને મર્જ કરવી પડી છે. તાલુકા કક્ષાની શાળાને મર્જ કરવી પડી તેને શિક્ષકોએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું.

 

(5:57 pm IST)