Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

સુરતના બમરોલીમાં કેનેડાના વિઝા અપાવવાની લાલચે બેંગ્લોરના ઠગે શખ્સ પાસેથી 39.28 લાખ પડાવી છેતરપિંડી આચરતા ગુનો દાખલ

સુરત: શહેરનાબમરોલીમાં રહેતા ડાઇંગ મિલના સુપરવાઇઝર સહિત ત્રણ મિત્રોને કેનેડાના એગ્રીકલ્ચર વિઝા અપાવવાની લાલચ આપી બેંગ્લોરનો ઠગ એજન્ટે રૂ. 39.28 લાખ પડાવી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ પાંડેસરા પોલીસમાં નોંધાય છે.

બમરોલીની આસ્થા રેસીડન્સીમાં રહેતા ડાઇંગ મિલના સુપરવાઇઝર હરેશકુમાર શંકરલાલ પટેલ (ઉ.વ. 40 મૂળ રહે. મીઠા ધરવા, તા. ચાણસ્મા, જિ. પાટણ) એ કેનેડા જવા માટે વર્ષ 2017માં ઓનલાઇન સર્ચ કરી પેન્ટન કન્સલ્ટીંગ પ્રા.લિ નામની એજન્સીનો સંર્પક કર્યો હતો. એજન્સીના નિથીન ચંદ્રાએ એગ્રીકલ્ચર વિઝા પર કેનેડા મોકલવાનું કહી કંપનીની કર્ણાટકના બેંગલુરૂના એચએસઆર લે આઉટ ખાતેની ઓફિસે મળવા બોલાવી કંપંનીના એમડી સુરેશ મેનન (રહે. 405, કેએમએસ હોમ્સ, બેંગ્લોર, કર્ણાટક) સાથે મુલાકાત કરાવી હતી. જયાં સુરેશે અમારી કંપની ભારત સરકાર સાથે પણ જોડાયેલી છે એમ કહી પત્ની તથા પુત્ર સાથે કેનેડાના ઇમીગ્રેશન માટે રૂ. 3.82 લાખનો ખર્ચ થશે અને સહકારી મંડળીને કેનેડિયન ગર્વમેન્ટમાં રજીસ્ટર કરાવી આપવાની લાલચ આપી હતી. જેથી હરેશ અને તેના મિત્ર મિત્ર દિપેશ મહેન્દ્ર પટેલ અને રાજેશ પટેલ સહિત પાંચેક જણાએ કેનેડા જવા માટે ટુક્ડે-ટુક્ડે રૂ. 39.28 લાખ સુરેશને આપ્યા હતા. પરંતુ ત્યાર બાદ માર્ચ 2020માં કોરોના મહામારીના કારણે ફાઇલ સ્થગિત થઇ ગઇ છે અને મને કોરોના થઇ ગયો છે એમ કહી સુરેશ અને નિથીને મોબાઇલ ફોન બંધ કરી દીધા હતા.

(5:59 pm IST)