Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

વડોદરા: કારમાં લઇ જવાતા 960 ટન બિયરના જથ્થા સાથે પોલીસે આરોપીને ઝડપી પાડયો

વડોદરા: છોટાઉદેપુરથી કારમાં બિયરના ૯૬૦ ટીન લઇને આવતા કેરિયરને  માંજલપુર પોલીસે ઝડપી પાડયો છે.જ્યારે આજવારોડ પર પણ દારૃ લઇને જતા આરોપીને પોલીસે પકડી લીધો હતો.

બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.આજવારોડ સયાજીનગરી ટાઉનશિપ પાસે આવતા એક વ્યક્તિ પોલીસને જોઇને ભાગવા જતા પોલીસે તેને  પીછો કરી ઝડપી પાડયો હતો.પોલીસે તેની પાસેથી વિદેશી દારૃની સાત બોટલ મળી આવી હતી.પોલીસે આરોપી રોહિત ભયજીભાઇ ભાલિયા (રહે.સિકંદરપુરા ગામ,ભાથીજી ફળિયુ, તા.વાઘોડિયા) ની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં માંજલપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી કે,એક સફેદ કલરની કારમાં વિદેશી દારૃ ભરીને માંજલપુર અલવાનાકા સિકોતર નગર પાસેથી પસાર થનાર છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી.પોલીસે રોડ પર બાઇક ઉભી કરીને અવરોધ ઉભો કરી દીધો હતો.દરમિયાન એક કાર આવતા પોલીસે કાર ઉભી રાખી તપાસ કરતા કારમાંથી બિયરના ૯૬૦ ટીન  કિંમત રૃપિયા ૯૬,૦૦૦ ના મળી આવ્યા હતા.જેેથી,પોલીસે કારમાં બેસેલા મુકેશ રાયસીંગભાઇ રાઠવા (રહે.નારાયણ નગર,અલવાનાકા,માંજલપુર)ની સામે ગુનો દાખલ કરી કાયદેસરના કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે દારૃ અને કાર મળીને ૫.૯૬ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.પોલીસની પૂછપરછમાં મુકેશે જણાવ્યું હતું કે,સિકોતર નગરમાં રહેતા રવિ જશુભાઇ પરમાર સાથે ભાગીદારીમાં દારૃનો ધંધો શરૃ કરવા માટે છોટાઉદેપુરથી બિયરનો જથ્થો લાવ્યો હતો.

(6:02 pm IST)