Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

રાજપીપળામાં ભારે વરસાદમાં નવા ફળીયા વિસ્તારના ઘરો પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : છેલ્લા બે દિવસથી રાજપીપળા શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેમાં ગઈકાલે મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા લોકોના વાહનો પાણીમાં ખેંચાય હતા જ્યારે નવા ફળીયા ખાડા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોના ઘર માં પાણી ઘૂસી જતા મુશ્કેલીમાં મુકાયા હતા

જોકે પાલીકા પ્રમુખ ફૂલદીપસિંહ ગોહિલે જણાવ્યું કે મે મારી ટીમ સાથે ઘટના સ્થળ ની મુલાકાત લઈ જરૂરી પગલાં લેવા માટે સ્થાનિકોને જણાવ્યુ છે, દર ચોમાસા માં પડતી આ તકલીફનો અંત આવે તે રીતે અમે આયોજન કર્યું છે ટૂંક સમયમાં આ સમસ્યા નો અંત આવશે.

(10:40 pm IST)