Gujarati News

Gujarati News

News of Saturday, 23rd September 2023

અંબાજી અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો: રસ્તાઓ પર પાણી ભરાયા

વરસાદને લઈ પદયાત્રીઓને હાલાકી છતાં ભક્તોના પૂર અંબાજી તરફ ઉમટી રહ્યા છે

અંબાજીમાં ભાદરવી મેળાની શરુઆત થઈ છે અને અંબાજીમાં પદયાત્રીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ દરમિયાન અંબાજી અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. પદયાત્રીઓ વરસતા વરસાદ વચ્ચે અંબાજી પહોંચી રહ્યા છે. પદયાત્રી ભક્તો પૂરી શ્રદ્ધા સાથે વરસાદ વચ્ચે પણ અંબાજી પહોંચ્યા છે. વરસાદને લઈ પદયાત્રીઓને હાલાકી છતાં ભક્તોના પૂર અંબાજી તરફ ઉમટી રહ્યા છે. શનિવારે વરસાદ અંબાજીમાં નોંધાયો હતો અને રસ્તાઓ પર પણ પાણી ભરાયા હતા.

શનિવારથી ભાદરવા મેળાની શરુઆત થઈ છે અને અહીં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ દરમિયાન ભારે વરસાદ અંબાજીમાં વરસતા નગરના રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. અંબાજીના બજારોમાં મેળા સમયે જ વરસાદી પાણી ભરાયા હતા. આગાહી મુજબ જ ધોધમાર વરસાદ વરસવાને લઈ વરસાદી પાણી રસ્તા પર ભરાયા હતા.

(12:38 am IST)