Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

રાજપીપળા ભાટવાડામાથી નવરાત્રી દરમ્યાન ચોરી થયેલી બાઈક LCB ને બિનવારસી હાલતમાં મળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાંથી મોટરસાઈકલો ચોરીની ઘટના વારંવાર પોલીસ ચોપડે નોંધાય છે ત્યારે અગાઉ ચોર્યાયેલી બાઇકો રાત્રે કે મળસ્કે ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું પરંતુ નવરાત્રીમાં લોકો ગરબામાં ઉજાગરા કરતાં હોય તસ્કરો તેનો લાભ લેતા હોય એમ ભાટવાડા વિસ્તારમાં સવારે લગભગ 6 વાગે ચોરી થયેલી બાઈક રાજપીપળા કબ્રસ્તાન પાછળથી બિનવારસી હાલતમાં મળી આવતા એલસીબીએ કબજે કરી છે.
બાઈક માલિક દીપેન અશોભાઈ ચૌહણે આપેલી ફરીયાદ મુજબ તેના ઘર આંગણે રાત્રે તેમની બાઈક પાર્ક કરી હતી,સવારે 5.30 વાગે તેમનો નાનો ભાઈ નોકરી પર જવા નીકળ્યો ત્યારે બાઈક આંગણામાં હતી પરંતુ 6 વાગ્યાની આસપાસ ઘરના અન્ય સભ્યોએ જાગીને જોયું તો બાઈક ન મળતા શોધખોળ બાદ પણ કોઈ પત્તો ન લાગતા આ બાબતે રાજપીપળા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી જેમાં નર્મદા એલસીબી ટીમને આ બાઈક  કબ્રસ્તાન પાછળથી ઝાડી ઝાકરામાં સાતળેલી હાલતમાં મળી આવી છે.

(10:18 am IST)