Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

હજીરામાં સરકારે ઈન્ડસ્ટ્રીઝને ફાળવેલી જંગલની જમીન મુદ્દે ગુજરાત હાઈકોર્ટ આપ્યા મોટા આદેશ

વન આરક્ષિત 20.76 હેક્ટર વનવિસ્તારનો હેતુફેર કરી મકાનો અને અન્ય બાંધકામ ઉભા કરવા પરવાનગી મંગાઈ : આર્સેલર મિત્તલ જમીન મામલે હાઇકોર્ટનો વળતર મેળવવા સહિતની સરકારને ટકોર

અમદાવાદ :ગુજરાત હાઇકોર્ટમં કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે સુરત જિલ્લાના હજીરમાં પ્લાન્ટ માટે આર્સેલર મિત્તલે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવેલા કેટલાંક નિયમો અને શરતોનો ભંગ કર્યો છે. અહીં વન આરક્ષિત 20.76 હેક્ટર વનવિસ્તારનો હેતુફેર કરી મકાનો અને અન્ય બાંધકામ ઉભા કરવા પરવાનગી માગવામાં આવી હતી. જે મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે.

જંગલ જમીન મુદ્દે હાઈકોર્ટે સરકારને મહત્વનો નિર્દેશ કર્યો છે અને કહ્યું કે અમે ફરી પુનરાવર્તન કરવા માગીએ છીએ કે વિકાસને લગતી પ્રવૃત્તિઓને સુવિધા આપવી જ જોઇએ પરંતુ તેમાં પર્યાવરણનો ભોગ ન લેવો જોઇએ. મહત્વનું છે કે હરાજીમાં જંગલ જમીન ફાળવાતા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હતી જેમાં હાઈકોર્ટે ટકોર કરતા સરકારને નિર્દેશ કર્યો હતો કે વિકાસ કરો પર જંગલના ભોગે નહીં, તેમજ સરકારને એમ પણ સુચન કર્યું કે રાજ્ય સરકાર હજીરાના માળખા સાથે સુસંગત નીતિ બનાવે સાથે ઈન્ડસ્ટ્રીઝને પર્યાવરણની સુવિધા અંગે પણ સુનિશ્વિત કરવામાં આવે.

હજીરામાં આર્સેલર મિત્તલ નિપ્પોન લિમિટેડના પ્લાન્ટ મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે પ્લાન્ટ માટે વૃક્ષો કપાયા હોય તો નિયમ પ્રમાણે સરકારે ઉદ્યોગ પાસેથી બમણી જમીન લઇ ઓછાં થયેલા વન વિસ્તારનું વળતર મેળવવું જોઇએ. હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે સરકાર ઉદ્યોગોને વન નિસ્તાર દૂર કરી કોઇ પ્રોજેક્ટ હાથ ધરવાની મંજૂરી આપે ત્યારે નુકસાન થયેલા વન વિસ્તારનું સમાન વળતર મળે તે બાબત પણ ધ્યાનમાં રાખે સાથે આર્સેલર મિત્તલને આપેલી જમીન સામે જંગલ માટે બમણી જમીન ઉપલબ્ધ કરાવવા ટકોર કરી હતી

(12:41 pm IST)