Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

દિવાળીમાં કાર ભાડે કરીને ફરવા જતાં પહેલા વિચારજો

ભાવ ટ્રાવેલ બજેટ બગાડી નાખે તેવોઃ ભાડેથી મળતી ગાડીઓના ભાડામાં ૨૦ ટકાનો ઉછાળો

એસયુવીનું પ્રતિ કિલોમીટર ભાડું ૧૩ રૂપિયાથી વધીને ૧૫ રૂપિયા થયું છે અને દિવાળીમાં ઓર વધી શકેઃ સીડાન કારનું ભાડું દિવાળીના તહેવારોમાં વધીને ૧૫ રૂપિયા પ્રતિ કિલોમીટર થઈ શકે છે

અમદાવાદ, તા.૨૩: કોરોના મહામારીમાં ટ્રેન અને ફ્લાઈટ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવામાં લોકો ડર અનુભવી રહ્યા છે. એવામાં ટ્રાવેલર્સમાં રોડ ટ્રીપ પસંદગીનો વિકલ્પ બની રહી છે. પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવ રોડ ટ્રીપ કરવા માગતા ટ્રાવેલર્સ માટે ચિંતાનું કારણ છે જ ત્યારે છેલ્લા એક મહિનામાં ભાડેથી મળતી ગાડીઓની કિંમતમાં પણ ૨૦ ટકાનો ઉછાળો આવ્યો છે. આટલું ઓછું હોય તેમ તહેવારોના દિવસોમાં ટેકસીના ભાડા ઓર વધ્યા છે.

ખાનગી કેબ માલિકોના અંદાજ પ્રમાણે, એસયુવીનું પ્રતિ કિલોમીટર ભાડું ૧૩ રૂપિયાથી વધીને ૧૫ રૂપિયા થયું છે અને દિવાળીના તહેવારોમાં એટલે કે, ૩૦ ઓકટોબરથી ૯ નવેમ્બર સુધી પ્રતિ કિલોમીટર ભાડું ૧૮-૨૦ રૂપિયા પહોંચી શકે છે. માગમાં વધારાના કારણે આ ભાવવધારો જોવા મળશે તેવો અંદાજ છે. આ જ પ્રકારે સીડાન કારનું ભાડું ૨૦ ટકા વધીને ૧૨ રૂપિયા પ્રતિ કિલોમીટર થયું છે, જે દિવાળીના દિવસોમાં વધીને ૧૫ રૂપિયા પ્રતિ કિલોમીટર થઈ શકે છે.

ગુજરાત લકઝરી કેબ ઓનર્સ અસોસિએશન (GLCOA)ના પ્રમુખ ચંદ્રેશ પટેલે કહ્યું, પેટ્રોલ-ડીઝલમાં થયેલા ભાવવધારાને કારણે અમારે પણ ૨૦ ટકા સુધી ભાડું વધારવું પડ્યું. ફ્યૂઅલની કિંમતમાં વધારો થતાં અમારો પ્રોફિટ માર્જિન પણ ધોવાઈ ગયો છે.

GLCOAના પૂર્વ સેક્રેટરી અમિત શાહે કહ્યું, દિવાળીની રજાઓ વખતના બુકિંગ્સ ખૂબ સારા પ્રમાણમાં થયા છે. પરિણામે પાછલા વર્ષોમાં અમને જે નુકસાન થયું હતું તેની ભરપાઈ થઈ રહી છે. આ અમારા ધંધા માટે સારી નિશાની છે. મહામારી શરૂ થઈ ત્યારથી લોકોનું ફરવા જવાનું બંધ થઈ ગયું હતું અને હવે તેઓ આત્મવિશ્વાસ સાથે દ્યરની બહાર નીકળી રહ્યા છે.

ખાનગી કેબ ઓપરેટરોનું માનીએ તો, દ્વારકા, સોમનાથ, ગીર, દીવ, દમણ, સેલવાસ, સાપુતારા, શિરડી, નાસિક, ઉદયપુર, માઉન્ટ આબુ, જયપુર, જોધપુર, જેસલમેર અને ગોવાના બુકિંગ વધુ પ્રમાણમાં થઈ રહ્યા છે.

લાંબાગાળાની હવાઈ યાત્રાને બદલે લોકો રોડ ટ્રીપ પર પસંદગી ઉતારી રહ્યા છે અને આ માટે તેઓ ગાડી ભાડે કરે છે અથવા તો જાતે ડ્રાઈવ કરીને જાય છે. કોરોનાના કારણે હજી પણ લોકો ટ્રેન કે ફ્લાઈટમાં મુસાફરી કરવામાં ખચકાઈ રહ્યા છે, એટલે જ તેઓ જાણીતા લોકો સાથે નાના ગ્રુપમાં રોડ ટ્રીપ પર જવાનું પસંદ કરે છે. ઉપરાંત તહેવારની સીઝનમાં ફ્લાઈટ ટિકિટ મોંદ્યી થઈ છે અને તેના કારણે પણ રોડ ટ્રીપ પોપ્યુલર થઈ રહી છેઙ્ખ, તેમ ગુજરાત વ્ખ્જ્ત્ના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું.

આ તરફ કાર સર્વિસના વર્કશોપમાં આજકાલ તેજી જોવા મળી રહી છે કારણકે દિવાળીમાં ફરવા જવાનું હોવાથી લોકો પોતાની કાર સર્વિસિંગમાં આપી રહ્યા છે. શહેરના એક વર્કશોપ માલિકે નામ ના આપવાની શરતે કહ્યું, દિવાળીની રજાઓમાં દૂરના સ્થળોએ કાર લઈને જવા માગતા લોકો ફુલ સર્વિસ કરાવા માટે અથવા તો કારમાં નાનુ-મોટું રિપેરિંગ હોય તે કરાવા માટે આવે છે. પરિણામે દિવાળી સુધી અમે ખૂબ વ્યસ્ત રહીશું.

(1:14 pm IST)