Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

આ વર્ષે પણ દિવાળીના તહેવારોમાં એસ.ટી.બસમાં સવાગણુ જ ભાડુ જ વસુલાશેઃ પુર્ણેશભાઇ મોદી

સૂરતના રત્ન કલાકારો તથા પંચમહાલના કામદારોના હિતમાં રાજય સરકારનો નિર્ણય

રાજકોટ તા.ર૪ : સુરત રત્નકલાકારો અંગેસુરત ડાયમંડ એસોસીએશનની મળેલ રજુઆતને આધારે અને ખાસ કરીને કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ગત વર્ષે કારોનાના કારણે દિવાળીના તહેવારોમાં મુસાફરોના વધારાના ટ્રાફીકને પહોંચી વળવા માટે બસના ટીકીટના દર ઉપરાંત બે ગણુ ભાડુ વસુલવામાં આવતુ હતું. પરંતુ કોરોનાના કારણે ગત વર્ષે ટીકીટના દર ઉપરાંત રપ ટકા વધારો એટલે કે સવાગણુ ભાડુ વસુલ કરેલ.

ઉપરોકત સ્થિતિ આ વર્ષે પણ દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઇ સમગ્ર ગુજરાતના મુસાફરો માટે અને ખાસ કરીને સુરતથી સૌરાષ્ટ્રના ગામ જતા રત્ન કલાકારો માટે અને પંચમહાલ તરફના કામદારો માટે, ઉત્તર ગુજરાતના મુસાફરો માટે આ નિર્ણય લીધો છે.વધુમાં સમગ્ર દિવાળીના તહેવાર દરમિયાન વધારાના ટ્રાફીકને પહોંચી વળવા વધારાની ૧ર૦૦ બસોની વ્યવસ્થા કરેલ છે તેમજ બસ નિગમની વેબસાઇટ ઉપર www.gsrtc.in ઉપરથી તમામ મુસાફરો માટે એડવાન્સ અને કરંટ ઓનલાઇન બુકીંગની સેવાઓ ઉપલબ્ધ રહેશે. તેમજ જાણકારી માટે ર૪ કલાક નિગમનો ટોલ ફ્રી નંબર ર૩૩૬૬૬૬૬૬ રેહેશે.

(4:36 pm IST)