Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

બાયડ તાલુકાના સાઠંબા નજીક વીજ કંપની સમસ્યાથી ખેડૂતોની હાલત કફોડી

બાયડ:તાલુકાના સાઠંબાડેમાઈ સહિત  જિલ્લાના તમામ વિસ્તારોમાં છેલ્લા ૧૫ દિવસથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં વીજ કાપની સમસ્યાથી ખેડુતો તંગ આવી ચુકયા છે. કોલસાની સર્જાયેલી સમસ્યાના કારણે વીજ કાપ ચાલી રહ્યો છે તેમાં ખેડુતોની હાલત કફોડી થઈ રહી છે.

ચાલુ વર્ષે અપુરતા વરસાદને લઈ ખેડુતોએ હાલ દિવેલા જેવા પાક  માટે સિંચાઈનું કામ શરૃ કરી દિધું છે પરંતુવીજ કાપ ને લઈ સિંચાઈ થઈ શકતી નથી. રાત્રે પણ અપુરતો વીજ પુરવઠો મળે છે અને કેટલાક કિસ્સાઓમાં તો મળતો પણ નથી. વીજ સમસ્યા હળવી કરવાની દિશામાં રાજય સરકાર ઘટતું કરે તે માટે કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને વિધિવત રજુઆત કરી છે. કિસાન સંઘે કહ્યું કે દિવસે વીજ કાપ હોવાથી ખેડુતોને ના છુટકે રાત્રે પાણી વાળવા માટે જવું પડે છે અને ત્યાં પણ સતત એકધારી વીજળી મળતી નથી. સતત કાપ હોવાના કારણે પણ અકળાયા છે. એક તરફ રાજયના વીજ મંત્રી કહી રહ્યા છે. કેકોલસાની કોઈ સમસ્યા નથી તો પછી વીજ કાપ કયા કારણસર કરવામાં આવે છે તે સમજાતું નથી. સમગ્ર ઉત્તર ગુજરાતમાં પાછલા પંદરેક દિવસથી વીજ કાપની સમસ્યાથી ખેડુતો ઝઝુમી રહ્યા છે.

(5:25 pm IST)