Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ઉમરેઠ તાલુકાના થામણા ગામ નજીક રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતા ટેમ્પાએ બાઇકને હડફેટે લેતા ચાલકનું ઘટનાસ્થળેજ મોત

આણંદ : ઉમરેઠ તાલુકાના થામણા ગામ પાસે ગતરાત્રિના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ એક ટેમ્પીની ટક્કરે એક મોટરસાયકલનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે ટેમ્પીના ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરેઠ તાલુકાના પરવટા ગામે રહેતા મેહુલભાઈ શંકરભાઈ રાઠોડનો ભત્રીજો નિમેષ ઉર્ફે ગૌરાંગ ગઈકાલ રાત્રિના સુમારે મોટરસાયકલ લઈને ઉમરેઠ નજીક આવેલ થામણા ગામે કામકાજ અર્થે ગયો હતો. જ્યાંથી રાત્રિના લગભગ ૧૧ઃ૩૦ કલાકના સુમારે તે પરવટા ગામે પરત આવી રહ્યો  હતો. દરમ્યાન થામણા ગામથી નજીક પુરપાટ ઝડપે આવી ચઢેલ એક ટેમ્પીના ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા મોટરસાયકલ ઉપર સવાર નિમેષ ઉર્ફે ગૌરાંગ ઉછળીને રોડ ઉપર પટકાયો હતો. આ અકસ્માતમાં તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની જાણ ૧૦૮ ઈમરજન્સીને કરવામાં આવતા મોબાઈલ વાન તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને ૧૦૮ના કર્મચારીઓએ ઈજાગ્રસ્ત નિમેષ ઉર્ફે ગૌરાંગને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે મેહુલભાઈ શંકરભાઈ રાઠોડની ફરિયાદના આધારે અજાણ્યા ટેમ્પીચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(5:29 pm IST)