Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

સુરત:રાંદેર રોડની સોસાયટીમાં 13 મહિનાની માસુમ બાળકી પર કારનું વ્હીલ ફરી વળતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરત: રાંદેર રોડની ચંદ્રલોક સોસાયટીમાં ઇકો કાર ચાલકે વોચમેનની 13 મહિનાની માસૂમ બાળકી પર કારનું વ્હીલ ચઢાવી દેતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. ઘટનાને પગલે સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને કાર ચાલક જાતે જ માસૂમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો. 

રાંદેર રોડ રૂષભ ચાર રસ્તા નજીક ચંદ્રલોક સોસાયટીમાં ગત બપોરે ઇકો કાર નં. જીજે-5 બીઝેડ-5053 લઇ ચાલક વિક્રાંત રાજેશ જોષી (ઉ..વ 30 રહે. ભક્તિધર્મ ટાઉનશીપ, કેનાલ રોડ, અડાજણ) આવ્યો હતો. વિક્રાંતે સોસાયટીના વોચમેન રમેશ જગેભાઇ પરિયાર (રહે. વોચમેનની રૂમમાં, ચંદ્રલોક સોસાયટી, રાંદેર રોડ અને મૂળ. ચૌરપાટી ગામ, જિ. અછામ, નેપાળી) ને સોસાયટીમાં રહેતા પરિચીત અંગે પૃચ્છા કરી કાર લઇ અંદર ગયો હતો. તે દરમિયાન વિપુલે વોચમેનની રૂમની બહાર રમી રહેલી રમેશની 13 મહિનાની પુત્રી દિપીકા રમી રહી હતી તેને અડફેટમાં લીધી હતી. વિપુલે કારનું આગળનું વ્હીલ દિપીકા પર ચઢી જતા માથામાં ઇજા થઇ હતી. જેને પગલે સોસાયટીના લોકો એક્ઠા થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત માસૂમ દિપીકાને તેના પિતા રમેશ કાર ચાલક વિક્રાંતની મદદથી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં દિપીકાની તબિયત સારી હોવાનું અને ઘટના અંગે રમેશે રાંદેર પોલીસમાં વિક્રાંત જોષી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. 

(5:29 pm IST)