Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

વડોદરાની ગોલ્ડન ચોકડી નજીક અજાણ્યા તસ્કરો ચાર લેપટોપ સહીત પ્રિન્ટરની ચોરી કરી છુમંતર થઇ જતા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા: ગોલ્ડન ચોકડી પાસે આવેલી નામાંકિત કંપનીમાં અજાણ્યા તસ્કરો ચાર લેપટોપ અને એક પ્રિન્ટરની ચોરી કરી નાસી છૂટ્યા હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદના આધારે હરણી પોલીસે કંપનીમાંથી સીસીટીવી ફૂટેજ મેળવી અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા શહેરના છાણી જકાતનાકા પાસે રહેતા અરૂણકુમાર પરમાર ગોલ્ડન ટોલનાકા પાસે આવેલી ગોલ્ડન ટોબેકો લિમિટેડ કંપનીના એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગમાં આસિસ્ટન્ટ ઓફિસર એડમિનિસ્ટ્રેશન તરીકે ફરજ બજાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 21મી ઓક્ટોબરના રોજ રાબેતા મુજબ કર્મચારીઓ સાંજે નોકરી પૂરી થતા ઘરે જવા રવાના થયા હતા. જોકે એડમિનિસ્ટ્રેશન ઓફિસના મુખ્ય દરવાજાનું લોક પંદર દિવસથી બગડેલી હાલતમાં હોય દરવાજો ખુલ્લો જ હતો. બીજા દિવસે સવારે કર્મચારીઓ રાબેતા મુજબ કંપનીમાં આવતા એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગમાંથી રૂપિયા 24,500 ની કિંમતના ચાર લેપટોપ તથા એક પ્રિન્ટર ચોરી થયાનું જાણવા મળ્યું હતું.

(5:34 pm IST)