Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિરમગામ વિભાગ દ્વારા પીએસઆઇ અને કોન્સ્ટેબલની તૈયારી માટે માર્ગદર્શન અપાશે

લેખિત પરીક્ષા અને ફિઝિકલની તૈયારી માટે મદદનીશ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી : વિષય વાઇઝ માર્ગદર્શન તેમજ લાયબ્રેરીની સુવિધા

  ફોટો viramgam

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિરમગામ વિભાગ દ્વારા વિરમગામ શહેર તેમજ (વિરમગામ, માંડલ, વિઠ્ઠલાપુર, દેત્રોજ) તાલુકાના તમામ ગામડાના વિધાર્થીઓ માટે નિઃશુલ્ક બેંચનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિરમગામ વિભાગ દ્વારા પીએસઆઇ અને કોન્સ્ટેબલની તૈયારી માટે માર્ગદર્શન અપાશે. લેખિત પરીક્ષા અને ફિઝિકલની તૈયારી માટે મદદનીશ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. મદદનીશ પોલીસ અધિક્ષકની કચેરી, વી.પી.રોડ, ટાવર ચોક, વિરમગામ ખાતે વિષય વાઈઝ માર્ગદર્શન તેમજ વાંચણ માટે લાયબ્રેરીની સુવિધા ઊભી કરવામાં આવી છે. જ્યાં નિઃશુલ્ક કાયદાની કલમો અને જોગવાઈઓમાંથી પરીક્ષા લક્ષી કલમોની ઓળખ તથા તેની સમજ શક્તિ સાથે માર્ગદર્શન આપવામાં આવશે. જેનાં માટે મોબાઇલ નંબર 9925527382, 9726602592 પર સવારે 11 થી સાંજનાં 5 વાગ્યા દરમ્યાન રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવાનું રહેશે.

(7:14 pm IST)