Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

નર્મદામાં 5 ASI ની બઢતી બાદ વધુ 2 ASI ને PSI તરીકે બઢતી આપતા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ

પોલીસ અધિક્ષક નર્મદા દ્વારા વધુ બે મદદનીશ સબ ઇન્સ્પેક્ટર ( ASI ) ને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ( PSI ) તરીકે બઢતી આપવામાં આવતા ખુશી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના પોલીસ અધિક્ષકની કચેરી ખાતે મદદનીશ સબ ઇન્સ્પેક્ટર ( ASI ) તરીકે ફરજ બજાવતા બે કર્મી ઓને એડહોક પોલીસ સબ ઇન્સ્પેક્ટર ( PSI ) તરીકે બઢતી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા મદદનીશ સબ ઇન્સ્પેક્ટર ( ASI ) માંથી એડહોક પોલીસ સબ ઇન્સ્પેક્ટર ( PSI ) તરીકે બઢતી પામનાર એ.એસ.આઇ. સંગીતાબેન શશીકાંત અને એ.એસ. આઇ. અનસુયાબેન જેઠાલાલ ને એડહોક પોલીસ સબ ઇન્સ્પેક્ટર ( PSI ) તરીકે નિમણુંક આપવામાં આવી તેમજ કામગીરી બાબતે માર્ગદર્શન આપી પોતાના આશિર્વચનો આપ્યા હતા.

આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક હિમકર સિંહની સાથે નાયબ પોલીસ અધિક્ષક( મુખ્ય મથક ) સી.એન. ચૌધરી અને જીલ્લાના અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહેલ . ઉલ્લેખનીય છે કે હાલ થોડા દિવસો પહેલા જ પાંચ જેટલા મદદનીશ સબ ઇન્સ્પેક્ટર ( ASI ) નોઓ ને એડહોક પોલીસ સબ ઇન્સ્પેક્ટર ( PSI ) તરીકે બઢતી આપવામાં આવી છે.

(10:20 pm IST)